૧૦ મહિનામાં ૧૨,૦૪,૮૮૨ મુસાફરોએ ઍપ દ્વારા ટિકિટ ખરીદી
માઝી TMT મોબાઇલ ઍપ
થાણે ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરો અને કન્ડક્ટર વચ્ચે છૂટક પૈસાના વિવાદને રોકવા માટે શરૂ કરાયેલી ‘માઝી TMT’ મોબાઇલ ઍપને થાણેના રહેવાસીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી ઑક્ટોબર સુધીના ૧૦ મહિનામાં આ ઍપ દ્વારા ૧૨,૦૪,૮૮૨ મુસાફરોએ બસની ટિકિટ ખરીદી હતી, જેને કારણે ઠાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (TMT)ને ૧,૭૩,૨૯,૩૭૮ રૂપિયાની ડિજિટલ આવક થઈ છે. માઝી TMT ઍપ દ્વારા મુસાફરો યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI), ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ-બૅન્કિંગ જેવા વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરીને ડિજિટલ ટિકિટ લઈ શકે છે. બસ ક્યાં છે, સ્ટૉપ પર પહોંચવામાં કેટલો સમય લાગશે, પસંદ કરેલા રૂટ પર કેટલી બસો ઉપલબ્ધ છે અને ભાડું કેટલું છે એવી બધી જ માહિતી ઍપ પર સરળતાથી મળી શકે છે.


