ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું
					
					
પ્રતીકાત્મક તસવીર
ભાઈ સાથે મોબાઇલ પર વાત કરતાં ઝઘડો થઈ ગયો અને આ વાતથી નારાજ થયેલા તેના પપ્પાએ ઠપકો આપ્યો એટલે ૧૩ વર્ષની ટીનેજરને એટલું લાગી આવ્યું કે તેણે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. થાણેના વાગળે એસ્ટેટની રહેવાસી ટીનેજરે શનિવારે બપોરે તેના ભાઈને કૉલ કર્યો હતો. મોબાઇલ પર વાત કરતી વખતે કોઈ વાતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ તેના પપ્પાએ તેને ઠપકો આપ્યો તેથી નારાજ થઈને રાતે ૮ વાગ્યાની આસપાસ ટીનેજરે ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં થાણેની શ્રીનગર પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
		        	
		         
        

