Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અદાણી ગ્રુપ મુંબઈ ઍરપોર્ટ પર નિકોટિન પાઉચ વેચે એ મંજૂર નથી કેન્દ્ર સરકારને

અદાણી ગ્રુપ મુંબઈ ઍરપોર્ટ પર નિકોટિન પાઉચ વેચે એ મંજૂર નથી કેન્દ્ર સરકારને

Published : 15 July, 2026 05:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ માત્ર વિદેશ જતા મુસાફરોને જ વેચાય છે એ દલીલ ફગાવી

આ પ્રોડક્ટ‍્સ મગાવી છે અદાણી ગ્રુપે.

આ પ્રોડક્ટ‍્સ મગાવી છે અદાણી ગ્રુપે.


મુંબઈના ઍરપોર્ટ પર પરવાના વગર નિકોટિન પાઉચ વેચવાના મામલામાં કેન્દ્ર સરકાર અને અદાણી ગ્રુપ વચ્ચેની કાનૂની લડાઈ ઉગ્ર બની છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા મુંબઈની હાઈ કોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું છે કે અદાણી ગ્રુપ દ્વારા નિયમોનું આ ઉલ્લંઘન માત્ર સામાન્ય ચૂક નથી, ભારતીય ડ્રગ્સ કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન છે જે જાહેર આરોગ્ય માટે મોટો ખતરો છે.

અગાઉ માર્ચ મહિનામાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ (CSMIA)ની ડ્યુટી-ફ્રી શૉપ્સ પરથી પ્રતિબંધિત નિકોટિન પાઉચનો જથ્થો પકડવામાં આવ્યો હતો. અદાણી ગ્રુપે કોર્ટમાં દલીલ કરી હતી કે આ પાઉચ કસ્ટમ્સ બૉન્ડેડ વેરહાઉસમાં રાખવામાં આવે છે અને માત્ર વિદેશ જતા મુસાફરોને જ વેચાય છે, એથી એના પર ભારતીય કાયદો લાગુ પડતો નથી. જોકે સરકારે આ દલીલ ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું છે કે માલ ભલે વેરહાઉસમાં હોય પણ એ ભૌતિક રીતે ભારતની ધરતી અને ભારતીય હવાઈ ક્ષેત્રમાં જ ઉપસ્થિત ગણાય.



સરકારે કોર્ટને જણાવ્યું કે નિકોટિન એક નશાકારક અને બંધાણી કેમિકલ છે. ભારતમાં પૅચ અને ચ્યુઇંગ ગમ જેવા નિકોટિન-રિપ્લેસમેન્ટને મંજૂરી છે, પરંતુ નિકોટિન પાઉચ સંપૂર્ણપણે ગેરકાયદે છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 05:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK