Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણની ૧૦૦ કરોડ રૂપિયાની ફી છોડીને યશ રમ્યો મોટો બિઝનેસ-દાવ

રામાયણની ૧૦૦ કરોડ રૂપિયાની ફી છોડીને યશ રમ્યો મોટો બિઝનેસ-દાવ

Published : 18 September, 2026 10:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રામાયણ’માં યશ ફિલ્મનો કો-પ્રોડ્યુસર પણ છે

‘રામાયણ’માં યશ રાવણનું પાત્ર ભજવે છે

‘રામાયણ’માં યશ રાવણનું પાત્ર ભજવે છે


‘ટૉક્સિક’ની નિષ્ફળતા પછી યશ હવે ‘રામાયણ’ પર મદાર રાખીને બેઠો છે. યશે આ ફિલ્મમાં રાવણની ભૂમિકા માટે મળનારી અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાની ફિક્સ ફી સ્વીકારવાને બદલે ફિલ્મના બન્ને ભાગના સાઉથ ઇન્ડિયન થિયેટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ લેવાનો નિર્ણય કર્યો છે. આ ડીલને બૉલીવુડની સૌથી મોટી બિઝનેસ સ્ટ્રૅટેજીમાંની એક માનવામાં આવી રહી છે.

આ ડીલનો અર્થ એ છે કે યશની કમાણી હવે સીધી રીતે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણ, તામિલનાડુ અને કેરલમમાં ફિલ્મના બૉક્સ-ઑફિસ પ્રદર્શન પર આધારિત રહેશે. જો ફિલ્મ દક્ષિણ ભારતમાં જબરદસ્ત કમાણી કરશે તો યશને ૧૦૦ કરોડની ફિક્સ ફી કરતાં પણ વધુ નફો થઈ શકે છે.



‘રામાયણ’માં યશ માત્ર રાવણનું પાત્ર નથી ભજવી રહ્યો, તે ફિલ્મનો કો-પ્રોડ્યુસર પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK