Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વર્લ્ડની પહેલી લેડીઝ સ્પેશ્યલ ટ્રેનનાં ૩૪ વર્ષ પૂરાં થઈ ગયાં

વર્લ્ડની પહેલી લેડીઝ સ્પેશ્યલ ટ્રેનનાં ૩૪ વર્ષ પૂરાં થઈ ગયાં

Published : 07 May, 2026 02:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેસ્ટર્ન રેલવેની મહિલા મુસાફરોનું ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવ્યું

વેસ્ટર્ન રેલવેની મહિલા સ્ટાફે મહિલા મુસાફરોને ગુલાબ આપ્યાં હતાં.

વેસ્ટર્ન રેલવેની મહિલા સ્ટાફે મહિલા મુસાફરોને ગુલાબ આપ્યાં હતાં.


મુંબઈની મહિલા મુસાફરોની માનીતી અને વર્લ્ડની સૌથી પહેલી લેડીઝ સ્પેશ્યલ ટ્રેન-સર્વિસને પાંચ મેએ ૩૪ વર્ષ પૂરાં થયાં હતાં. આ માઇલસ્ટોનની ઉજવણી કરવા માટે વેસ્ટર્ન રેલવેએ મહિલા પ્રવાસીઓનું ગુલાબનાં ફૂલ આપીને અનોખું સન્માન કર્યું હતું.

પાંચ મેએ ચર્ચગેટ સ્ટેશનથી સાંજે ૫.૩૯ વાગ્યે ઊપડતી બોરીવલી લેડીઝ સ્પેશ્યલ ટ્રેનમાં આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેની મહિલા કર્મચારીઓએ ટ્રેનમાં સવાર મહિલા પ્રવાસીઓનું ગુલાબ આપીને સ્વાગત કર્યું હતું. રેલવેના આ સન્માનથી મહિલા મુસાફરોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. અનેક મહિલાઓએ રેલવે સ્ટાફ સાથે સેલ્ફી લઈને આ ક્ષણને યાદગાર બનાવી હતી.



૧૯૯૨થી મહિલા મુસાફરની સેવામાં છે લેડીઝ સ્પેશ્યલ ટ્રેન


વિશ્વની આ પ્રથમ સંપૂર્ણ મહિલા સ્પેશ્યલ ટ્રેનની શરૂઆત ૧૯૯૨ની પાંચમી મેએ કરવામાં આવી હતી. કેન્દ્રના તત્કાલીન રેલવે મિનિસ્ટર રામ નાઈકના હસ્તે આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સર્વિસ ચર્ચગેટ અને બોરીવલી વચ્ચે ચલાવવામાં આવતી હતી, જેને સારો પ્રતિસાદ મળતાં ૧૯૯૩માં વિરાર સુધી લંબાવવામાં આવી હતી. આજે વેસ્ટર્ન રેલવેમાં દિવસની ૧૦ લેડીઝ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK