ડોમ્બિવલી (ઈસ્ટ)ના ૩૫ વર્ષના ઉમેશ પરમારને કિડની-ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની છે જેનો ખર્ચ ૧૧ લાખ રૂપિયા છે.
કિડની-પેશન્ટ ઉમેશ
ડોમ્બિવલી (ઈસ્ટ)ના ૩૫ વર્ષના ઉમેશ પરમારને કિડની-ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની છે જેનો ખર્ચ ૧૧ લાખ રૂપિયા છે. ઉમેશને છ વર્ષનો પુત્ર છે અને અત્યારે તેના પરિવાર અને દવાનો ખર્ચ તેની મેંદી-આર્ટિસ્ટ પત્ની શીતલ કરી રહી છે. આ પરિસ્થિતિમાં ઉમેશને તેના કિડની-ટ્રાન્સપ્લાન્ટ માટે દાતાઓની જરૂર છે.
આ બાબતની માહિતી આપતાં મૂળ કચ્છના મોટા કાંડાગરા (મુદ્રા)નાં શીતલ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉમેશ દાદરના હિન્દમાતામાં સાડીની દુકાનમાં નોકરી કરતો હતો. અમારો સંસાર ખૂબ જ શાંતિથી ચાલી રહ્યો હતો. અચાનક ઉમેશની કિડનીની સાઇઝ વધવાથી તેની એક કિડની ચાર મહિના પહેલાં જ કાઢી નાખવામાં આવી હતી જેનો ખર્ચ ૪,૮૫,૦૦૦ રૂપિયા થયો હતો. એ સમયે હિન્દમાતાના વેપારીઓ, અમારા મિત્રો અને પરિવારજનોની સહાયથી એ ખર્ચ નીકળી ગયો હતો પરંતુ હવે તેની બીજી કિડની પણ કાઢીને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે જેનો ખર્ચ થાણેની જ્યુપિટર હૉસ્પિટલના ડૉક્ટરે ૧૧ લાખ રૂપિયા જણાવ્યો છે. અમારી અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું જૈન સમાજ અને અન્ય સમાજના દાતાઓને અપીલ કરું છું કે અમને આર્થિક સપોર્ટ કરો.’
ADVERTISEMENT
બૅન્કની વિગતો
શીતલ પરમારે કહ્યું હતું કે હૉસ્પિટલ તરફથી અમને પૈસાનું ઍડ્જસ્ટમેન્ટ કરીને ફરીથી દાખલ થવાની સલાહ આપી હોવાથી અમે અત્યારે અમારો બૅન્ક-અકાઉન્ટ નંબર આપીએ છીએ. દાતાઓ તેમની સહાય રકમ આ અકાઉન્ટમાં જમા કરાવીને અમને જણાવી શકે છે.
ઉમેશભાઈ નવીનચંદ્ર પરમાર,
બૅન્કઃ કોટક મહિન્દ્ર બૅન્ક
અકાઉન્ટ-નંબરઃ 7645736639
IFSC: KKBK0000628
બ્રાન્ચઃ ડોમ્બિવલી (ઈસ્ટ)
સંપર્ક કરોઃ શીતલ પરમારઃ 7043477850


