એક જ સમયે એક જ જગ્યાએ એક કરતાં વધુ લોકો પર વાઘ હુમલો કરે એ અસામાન્ય હોવાનું ફૉરેસ્ટ ઑફિસરે જણાવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
ચંદ્રપુર જિલ્લાના શિંદેવાડી જંગલ વિસ્તારમાં શનિવારે મેંધા માલ ગામની ત્રણ મહિલાઓ જેમાં બે સાસુ-વહુ હતી તેઓ બીડી બનાવવામાં વપરતાં પત્તાં વીણવા ગઈ હતી ત્યારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ એક વાઘે તેમના પર હુમલો કર્યો હતો અને ત્રણેય મહિલાને મારી નાખી હતી. એક જ સમયે એક જ જગ્યાએ એક કરતાં વધુ લોકો પર વાઘ હુમલો કરે એ અસામાન્ય હોવાનું ફૉરેસ્ટ ઑફિસરે જણાવ્યું હતું. એ પછી વાઘે પાંચ કિલોમીટર દૂર એક બીજી મહિલા પર પણ હુમલો કર્યો હતો.

