Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આસામના પૂરમાં કૉમેડિયન સમય રૈનાએ રૂ. ૧૦ લાખની સહાય આપી, CM શર્માએ આભાર માન્યો

આસામના પૂરમાં કૉમેડિયન સમય રૈનાએ રૂ. ૧૦ લાખની સહાય આપી, CM શર્માએ આભાર માન્યો

Published : 08 August, 2026 05:35 PM | IST | Guwahati
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

૧૯ જુલાઈ, ૨૦૨૬ થી સતત ભારે વરસાદને કારણે આસામના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ યથાવત છે. ઘણા જિલ્લાઓમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૯૮ લોકોએ જીવ ગુમાવ્યા છે.

સમય રૈના અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા શર્મા

સમય રૈના અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા શર્મા


સ્ટેન્ડ-અપ કૉમેડિયન અને કન્ટેન્ટ ક્રીતર સમય રૈનાએ આસામમાં પૂર રાહત પ્રયાસો માટે રૂ. ૧૦ લાખનું દાન આપ્યું છે. તેણે આ રકમ આસામના મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં દાનમાં આપી છે. આ ભંડોળનો ઉપયોગ પૂરથી પ્રભાવિત લોકો માટે રાહત અને પુનર્વસન કાર્ય માટે કરવામાં આવશે.

હિમંતા બિસ્વા શર્માએ સમય રૈનાનો આભાર માન્યો



આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા શર્માએ સમય રૈનાના યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેમણે ૮ ઑગસ્ટ, શનિવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રૈનાનો આભાર માન્યો. હિમંતા બિસ્વા શર્માએ લખ્યું, "આભાર, સમય, આસામમાં આ મુશ્કેલ સમયમાં અમારા રાહત પ્રયાસોમાં યોગદાન આપવા બદલ!" સમય રૈનાનું યોગદાન એવા સમયે આવ્યું છે જ્યારે આસામના ઘણા ભાગો ગંભીર પૂરનો સામનો કરી રહ્યા છે. પૂરે હજારો લોકોના જીવનને ખોરવી નાખ્યું છે, અને રાજ્યમાં હાલમાં રાહત અને પુનર્વસન કામગીરી ચાલી રહી છે.


આસામમાં પૂરને કારણે ૯૮ લોકોના મોત

૧૯ જુલાઈ, ૨૦૨૬ થી સતત ભારે વરસાદને કારણે આસામના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ યથાવત છે. ઘણા જિલ્લાઓમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૯૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને રાહત સામગ્રી અને અન્ય આવશ્યક સહાય પહોંચાડવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે. અસરગ્રસ્ત પરિવારો માટે રાહત અને પુનર્વસન અભિયાન પણ ચાલુ છે.


ઘણા બૉલિવૂડ સ્ટાર્સે મદદનો હાથ લંબાવ્યો

સમય રૈના પહેલા, ઘણા બૉલિવૂડ સ્ટાર્સે પણ આસામ પૂર રાહત માટે નાણાકીય સહાય પૂરી પાડી છે. કાર્તિક આર્યન રૂ. ૧ કરોડનું દાન આપ્યું. આમિર ખાને આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા આસામ મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં ૨૫ લાખ રૂપિયાનું દાન આપ્યું. આયુષ્માન ખુરાનાએ રૂ. ૧૧ લાખનું દાન આપ્યું, અને અનુપમ ખેરે રૂ. ૫ લાખનું દાન આપ્યું. અભિનેત્રી ભૂમિ પેડનેકરે પણ તાજેતરમાં આસામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત પરિવારો સાથે એકતા વ્યક્ત કરી. આ ઉપરાંત, ઘણી અન્ય હસ્તીઓ સોશિયલ મીડિયા પર રાહત પ્રયાસો વિશે માહિતી શેર કરી રહી છે અને તેમના અનુયાયીઓને પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા વિનંતી કરી રહી છે. સમય રૈનાનું રૂ. 10 લાખનું યોગદાન પણ આ રાહત અભિયાનનો એક ભાગ છે. સલમાન ખાને પણ તેના ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક ફૅન ક્લબ સાથે મળીને આસામમાં પૂર પીડિતોને સહાય પહોંચાડવા માટે ઝુંબેશ શરૂ કરી છે. સલમાન ખાને આસામમાં પૂરથી પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડવા માટે `ગ્લોબલ શીખ` સાથે ભાગીદારીમાં `આશિયાના` નામનો એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. `આશિયાના`નો ઉદ્દેશ પૂરને કારણે ઘર ગુમાવનારા વ્યક્તિઓને સુરક્ષિત આશ્રય પૂરો પાડવાનો છે. આ દરમિયાન, રણદીપ હુડ્ડાએ રાહત કામગીરીમાં મદદ કરવા માટે પૂરગ્રસ્ત પ્રદેશની મુલાકાત લીધી; તે જરૂરિયાતમંદોને પુરવઠો વહેંચવા માટે એક NGO સાથે કામ કરી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2026 05:35 PM IST | Guwahati | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK