માટુંગા પોલીસે બન્ને કૉન્ટ્રૅક્ટરો સામે હત્યાના પ્રયાસના આરોપ હેઠળ સામસામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
ચાકુનો હુમલો થયા બાદ પોલીસને ઈજા બતાવી રહેલો કૉન્ટ્રૅક્ટર.
માટુંગામાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની F-નૉર્થ વૉર્ડ-ઑફિસની બહાર સોમવારે બે કૉન્ટ્રૅક્ટરો વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બન્ને પાસે ચાકુ હતાં અને તેમણે ઝઘડા દરમ્યાન એકબીજા પર હુમલો કર્યો હતો. એક કૉન્ટ્રૅક્ટરને પેટમાં છરી વાગી હતી, જ્યારે બીજાને પગમાં છરી વાગી હતી. બન્નેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસને શંકા છે કે આ ઝઘડો કોઈ કૉન્ટ્રૅક્ટ અથવા ટેન્ડરના વિવાદને કારણે થયો હોઈ શકે છે. જોકે આ ઝઘડા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોના સ્વસ્થ થયા પછી અને તેમનાં નિવેદનો નોંધાયા પછી એનું કારણ સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
માટુંગા પોલીસે બન્ને કૉન્ટ્રૅક્ટરો સામે હત્યાના પ્રયાસના આરોપ હેઠળ સામસામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીઓને હૉસ્પિટલમાંથી રજા આપ્યા પછી ધરપકડ કરવામાં આવે એવી શક્યતા છે.
