આવતી કાલે ૩૦ ડિસેમ્બરે ડોમ્બિવલી ઈસ્ટ અને વેસ્ટમાં પાણીપુરવઠો ૧૨ કલાક બંધ રહેશે.
પ્રતીકાત્મક તસવીર
આવતી કાલે ૩૦ ડિસેમ્બરે ડોમ્બિવલી ઈસ્ટ અને વેસ્ટમાં પાણીપુરવઠો ૧૨ કલાક બંધ રહેશે. લીક થતી પાણીની ટાંકીના ઇનલેટ પર તાત્કાલિક સમારકામનું કામ હાથ ધરવાનું હોવાથી મંગળવારે સવારે ૯ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી ડોમ્બિવલીમાં પાણી બંધ રહેશે. ખંબાળપાડા ખાતે બાંધવામાં આવેલી હાઈ લેવલ પાણીની ટાંકીના ઇનલેટ પર થયેલા લીકેજને રોકવા માટે, પૅચ ક્લેમ્પને રિપેર કરવા માટેનું કામ મંગળવારે કરવામાં આવશે. સમારકામ દરમ્યાન નેતિવલી વૉટર પ્યુરિફિકેશન સેન્ટરમાંથી પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.


