Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ ઘણું વહેલું થઈ જવું જોઈતું હતું

આ ઘણું વહેલું થઈ જવું જોઈતું હતું

Published : 30 March, 2026 09:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અશોક ખરાત કેસમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાં પર અમૃતા ફડણવીસ બોલ્યાં

અમૃતા ફડણવીસ

અમૃતા ફડણવીસ


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે લંપટ જ્યોતિષી અશોક ખરાત કેસ વિશે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘હવે આ કાર્યવાહી કરવામાં આવી છે, નુકસાન અટકાવવા માટે કાર્યવાહી ખૂબ વહેલી થવી જોઈતી હતી.’

આ કેસમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા લેવામાં આવેલાં કડક પગલાં બાબતે તેમણે કહ્યું કે ‘ગર્વ કરવાની કોઈ જરૂર નથી. જો જનતા, મીડિયા અથવા સ્થાનિક નેતાઓએ સમયસર કાર્યવાહી કરી હોત તો પરિસ્થિતિ આ તબક્કે પહોંચી ન હોત અને ઘણા લોકોને બચાવી શકાયા હોત. દેવેન્દ્રજી પાસે મામલો પહોંચતાં પગલાં લીધાં હતાં, પરંતુ આ ખૂબ વહેલું થવું જોઈતું હતું.’
આ કેસને ભયાનક ગણાવતાં અમૃતા ફડણવીસે લોકોને સ્વ-ઘોષિત બાબાઓનું આંધળું અનુકરણ ન કરવાની વિનંતી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK