કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ શંકાના આધારે મહિલાની તલાશી લેતાં તેની પાસેથી સૅન્ડલના પોલાણમાં છુપાવેલું ૪૯૦ ગ્રામ કોકેન મળી આવ્યું હતું. મહિલાને જુડિશ્યલ કસ્ટડીમાં રાખવામાં આવી છે.
સૅન્ડલમાં છુપાવીને કોકેનની દાણચોરી કરવાનો પ્રયાસ કરનાર મહિલાની ધરપકડ
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સૅન્ડલના પોલાણમાં છુપાવીને ૪.૯૦ કરોડ રૂપિયાના કોકેનની દાણચોરી કરવાનો પ્રયાસ કરનાર મહિલાની કસ્ટમ્સ વિભાગે ધરપકડ કરી હોવાનું એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું. આ ઘટના ગુરુવારની છે, જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ શંકાના આધારે મહિલાની તલાશી લેતાં તેની પાસેથી સૅન્ડલના પોલાણમાં છુપાવેલું ૪૯૦ ગ્રામ કોકેન મળી આવ્યું હતું. મહિલાને જુડિશ્યલ કસ્ટડીમાં રાખવામાં આવી છે.

