Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Pune Expressway Accident : એ... ધડામ! મિસિંગ લિન્ક ટનલમાં કાળજું કંપાવનારો એક્સિડન્ટ: એકનો જીવ ગયો

Mumbai Pune Expressway Accident : એ... ધડામ! મિસિંગ લિન્ક ટનલમાં કાળજું કંપાવનારો એક્સિડન્ટ: એકનો જીવ ગયો

Published : 07 August, 2026 01:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Pune Expressway Accident: ટનલમાં એન્ટર થતાંની સાથે અતિશય સ્પીડમાં આવી રહેલ ફોર્ચ્યુનર કારે આગળ જઇ રહેલ એક માલવાહક ટેમ્પો (MH 01 CR 7075)ને પાછળની બાજુએ ટક્કર મારી હતી.

એક્સિડન્ટની દિલધડક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

એક્સિડન્ટની દિલધડક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આવેલા `મિસિંગ લિંક` ટનલમાં મોડી રાત્રે એક દર્દનાક એક્સિડન્ટ (Mumbai Pune Expressway Accident) થયો હતો. જેમાં પિંપરી-ચિંચવડના વાકડ વિસ્તારના યુવા નેતા તેમ જ બિઝનેસમેન તુષાર ભૂમકરનું મોત થયું છે. તેઓ પુણેથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા. તેમની પુરપાટ જઇ રહેલી ફોર્ચ્યુનર કારે આગળ જઇ રહેલ શાક ભરેલા ટેમ્પોને પાછળની બાજુએ જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને તુષાર ભૂમકરના રામ રમી ગયા હતા. જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.

એકઝેક્ટલી આ રીતે બન્યો એક્સિડન્ટ



પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે મોડી રાત્રે લગભગ ૧:૩૦ વાગ્યા હશે. આ સમયે વાકડના ભૂમકર ચોક એરિયામાં રહેતા પાંચ જણની ફોર્ચ્યુનર કાર (MH 14 MG 0007) મુંબઇ તરફ આવી રહી હતી. ટનલમાં એન્ટર થતાંની સાથે અતિશય સ્પીડમાં આવી રહેલ ફોર્ચ્યુનર કારે આગળ જઇ રહેલ એક માલવાહક ટેમ્પો (MH 01 CR 7075)ને પાછળની બાજુએ ટક્કર (Mumbai Pune Expressway Accident) મારી હતી. ટનલની અંદર બે લેન પર કેટલાક વેહિકલ ઊભા હતા તેવી માહિતી મળી રહી છે. જેના લીધે કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા છે.


એક્સિડન્ટની જાણ થતાં જ હાઇવે પોલીસ, IRB પેટ્રોલીંગ ટીમ અને `દેવદૂત` ઇમરજન્સી રિસ્પોન્સ યુનિટની ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડતી આવી ગઈ હતી. બચાવ ટુકડીએ કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. પરંતુ તુષાર ભૂમકરે દમ તોડી નાખ્યો હતો. અન્ય એક મુસાફરને ગંભીર ઈજાઓ થઇ હતી. તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ત્રણ મુસાફરોને નોર્મલ ઈજાઓ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. 

૨ કલાક ટ્રાફિક જૅમ 


એક્સિડન્ટ (Mumbai Pune Expressway Accident) બાદ મુંબઈ તરફ જતો ટ્રાફિક લગભગ બે કલાક સુધી જૅમ થઇ ગયો હતો. અન્ય વાહનોને જૂના મુંબઈ-પુણે હાઈવે તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. બંને અસરગ્રસ્ત વાહનોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા બાદ જ એક્સપ્રેસવે પર ફરીથી વાહનવ્યવહાર શરૂ થયો હતો.

પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ

હાઇવે પોલીસે આ મામલે (Mumbai Pune Expressway Accident) ગુનો નોંધીને ઇન્વેસ્ટિગેશન હાથ ધરી લીધું છે. આખરે આખી ઘટનામાં શું બન્યું હતું તે ચકાસવા માટે ટનલના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ પોલીસે ફરી એકવાર રાત્રિના સમયે એક્સપ્રેસવે પર સ્પીડ લિમિટ જાળવવા અને સુરક્ષિત અંતર રાખી વાહન ચલાવવા અપીલ કરી છે.

કોણ છે તુષાર ભૂમકર 

તુષાર ભૂમકર વાકડનો એક ઉભરતા યુવા પોલિટિકલ ચહેરો છે. સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં તે સક્રિય હતો. તેનો પરિવાર પણ પોલિટીકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેમની પત્નીએ ફેબ્રુઆરીમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૨૫ માંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી.

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2026 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK