ધ ફેન્ટમ ઓફ ધ ઓપેરાની ઓપનિંગ નાઇટ માટે રેડ કાર્પેટ પર, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-અધ્યક્ષ નીતા અંબાણીએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું, "નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં આપનું સ્વાગત છે. અમે અહીં બે અદ્ભુત વર્ષ પૂર્ણ કર્યા છે. જ્યારે અમે NMACCનું ઉદ્ઘાટન કર્યું ત્યારે મેં વચન આપ્યું હતું કે અમે ભારતનું શ્રેષ્ઠ વિશ્વને અને વિશ્વનું શ્રેષ્ઠ ભારતને આપીશું. આજે, અમારી પાસે ભારતમાં જ આપણા પોતાના સાંસ્કૃતિક કેન્દ્રમાં સૌથી પ્રતિષ્ઠિત `ધ ફેન્ટમ ઓફ ધ ઓપેરા` છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં, અમે લિંકન સેન્ટર ખાતે NMACC કલ્ચરલ વીકેન્ડને ન્યૂ યોર્ક લઈ જઈ રહ્યા છીએ..."