Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છેલ્લાં ૬ વર્ષમાં કાશ્મીરમાં ૫૦૦૦ હોટેલ બાંધવામાં આવી, એમાં ૯૦ ટકા ગેરકાયદેસર

છેલ્લાં ૬ વર્ષમાં કાશ્મીરમાં ૫૦૦૦ હોટેલ બાંધવામાં આવી, એમાં ૯૦ ટકા ગેરકાયદેસર

Published : 02 August, 2026 10:42 AM | IST | Jammu and kashmir
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુશ્તાક છાયા જમ્મુ અને કાશ્મીરના અગ્રણી હોટેલિયર અને બિઝનેસ ટાયકૂન છે

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા


લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાનો ચોંકાવનારો ઘટસ્ફોટ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે છેલ્લાં ૬ વર્ષમાં કાશ્મીરમાં લગભગ ૫૦૦૦ હોટેલ બાંધવામાં આવી છે જેમાંથી ૯૦ ટકા ગેરકાયદેસર છે.  શ્રીનગરમાં એક ટૂરિઝમ કૉન્ક્લેવમાં બોલતાં મનોજ સિંહાએ જણાવ્યું હતું કે ‘હું તમારી સાથે એક નંબર શૅર કરવા માગું છું. ૨૦૨૧થી ૨૦૨૪-’૨૫ના મધ્ય સુધી કાશ્મીર ખીણ પ્રદેશમાં પાંચ હજારથી વધુ હોટેલ બનાવવામાં આવી હતી. એ સાચું છે કે એમાંથી 90 ટકા ગેરકાયદેસર છે, ફક્ત ૧૦ ટકા કાયદેસર છે. એમાં (હોટેલિયર) મુશ્તાક છાયાની રૅડિસનનો પણ સમાવેશ થાય છે. કેટલીક હોટેલો ૨૦૦ કરોડ રૂપિયાની છે તો કેટલીક ૧૦ કરોડ રૂપિયાની છે, પરંતુ સરેરાશ પ્રતિ હોટેલ ૧૫ કરોડ રૂપિયા અથવા લગભગ ૭૫,૦૦૦ કરોડ રૂપિયા (કુલ)નું રોકાણ છે.’

મુશ્તાક છાયા જમ્મુ અને કાશ્મીરના અગ્રણી હોટેલિયર અને બિઝનેસ ટાયકૂન છે. તેઓ જમ્મુ અૅન્ડ કાશ્મીર હોટેલિયર્સ ક્લબના પ્રમુખ પણ છે અને કૉન્ક્લેવમાં પ્રેક્ષકોમાં ઉપસ્થિત હતા જ્યાં તેમની હોટેલ રૅડિસનને ૧૦ ટકા કાયદેસર હોટેલમાં સમાવવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 10:42 AM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK