Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પંજાબના ખેડૂતને એક જ દિવસમાં બે વાર લૉટરી લાગી

પંજાબના ખેડૂતને એક જ દિવસમાં બે વાર લૉટરી લાગી

Published : 15 July, 2026 07:13 AM | IST | Punjab
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી લૉટરીના ૨૦,૦૦૦ રૂપિયાના ઇનામમાંથી ૧૦૦૦ રૂપિયાવાળી ટિકિટ ખરીદી અને એમાં ૫૦ લાખ રૂપિયાનો જૅકપૉટ લાગ્યો

ચરણજિત સિંહ

ચરણજિત સિંહ


પંજાબના મોગા જિલ્લાના ૬૬ વર્ષના ખેડૂત ચરણજિત સિંહ પર એક જ દિવસમાં લક્ષ્મીજી ઓળઘોળ થઈ ગયાં હતાં. છેલ્લાં ૧૫ વર્ષથી માત્ર શોખ ખાતર લૉટરીની ટિકિટ ખરીદતા આ ખેડૂતની કિસ્મત એક જ દિવસમાં બે-બે વાર ચમકી હતી, જેમાં તેમણે પહેલાં ૨૦,૦૦૦  રૂપિયાનું ઇનામ જીત્યું અને ત્યાર બાદ એ જ ઇનામી રકમમાંથી ખરીદેલી લૉટરી ટિકિટે તેમને ૫૦ લાખ રૂપિયાના બમ્પર જૅકપૉટના માલિક બનાવી દીધા છે.

ઘટનાના દિવસે ચરણજિત સિંહે ખરીદેલી એક ટિકિટ પર ૨૦,૦૦૦નું ઇનામ લાગ્યું હતું. તેઓ આ ઇનામની રકમ લેવા માટે લૉટરી-સ્ટૉલ પર પહોંચ્યા હતા. એ સમયે સ્ટૉલ પર ૧,૦૦૦ રૂપિયાની કિંમતવાળી એક લૉટરીની માત્ર છેલ્લી ટિકિટ બચી હતી. લૉટરી-વિક્રેતાની સલાહ પર ચરણજિત સિંહે જીતેલી રકમમાંથી ૧૦૦૦ રૂપિયા ખર્ચીને એ છેલ્લી ટિકિટ ખરીદી લીધી હતી.



થોડા સમય પછી જ્યારે આ બીજી લૉટરીનું પરિણામ જાહેર થયું ત્યારે ચરણજિત સિંહની ખુશીનો પાર ન રહ્યો, કારણ કે તેમણે ખરીદેલી ટિકિટ પર જ ૫૦ લાખ રૂપિયાનો પ્રથમ પુરસ્કાર નીકળ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 07:13 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK