દિલ્હીમાં ધુમ્મસને કારણે ફ્લાઇટો અને ટ્રેનો મોડી પડી- કાશ્મીરમાં હવે હાડ થિજાવતી ઠંડી પડી રહી છે. ગઈ કાલે પહલગામમાં તાપમાન માઇનસ ૨.૬ ડિગ્રી હતું,
ધુમ્મસભર્યું વાતાવરણ
ઉત્તર પ્રદેશમાં ઠંડીની સાથે ફૉગને કારણે રવિવારે વહેલી સવારે વિઝિબિલિટી ઝીરો થઈ જતાં અલગ-અલગ શહેરોમાં વાહનો એકબીજા સાથે ટકરાવાની બાવીસ ઘટનાઓ બની હતી. આ અકસ્માતોમાં ૧૨ લોકો માર્યા ગયા હતા અને કુલ ૭૫ લોકો ઘાયલ થયા હતા. એકલા અમરોહામાં જ ૧૫ વાહનો ટકરાયાં હતાં. નવી દિલ્હીમાં ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પણ ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ્સ ડિલે થઈ હતી. રાજ્યમાં ૧૦૦થી વધુ ટ્રેનો ધુમ્મસને કારણે લેટ પડી હતી.
હિમાચલ પ્રદેશમાં લાહૌલ સ્પીતિ અને ચંબામાં ભારે બરફવર્ષા થતાં સ્પીતિમાં ૨૫ ટૂરિસ્ટોનું વ્હીકલ બરફમાં ફસાઈ ગયું હતું. જોકે તાત્કાલિક પોલીસની હેલ્પ મળતાં ટૂરિસ્ટોનું રેસ્ક્યુ શક્ય બન્યું હતું.
ADVERTISEMENT
કાશ્મીરમાં હવે હાડ થિજાવતી ઠંડી પડી રહી છે. ગઈ કાલે પહલગામમાં તાપમાન માઇનસ ૨.૬ ડિગ્રી હતું, જ્યારે સૌથી વધુ ઠંડા શહેર શોપિયાંનું ન્યુનતમ તાપમાન માઇનસ ૫.૬ ડિગ્રી નોંધાયું હતું.


