જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પર ચંદરકૂટ પાસે આ ઘટના સવારે ૮ વાગ્યે એક બસની બ્રેક ફેલ થવાને કારણે બની હતી.
અમરનાથ યાત્રાની પાંચ બસની ટક્કર, ૩૬ જણ જખમી
ગઈ કાલે જમ્મુ-કાશ્મીરના રામબાન જિલ્લામાં અમરનાથ યાત્રા માટે ભક્તોને લઈ જતી પાંચ બસ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં ૩૬ લોકો જખમી થયા હતા. સુરક્ષાદળોના જવાનો ઘાયલ લોકોની મદદે આવ્યા હતા. જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પર ચંદરકૂટ પાસે આ ઘટના સવારે ૮ વાગ્યે એક બસની બ્રેક ફેલ થવાને કારણે બની હતી.

