Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત હવે લગભગ નક્સલમુક્ત થઈ ગયું છે

ભારત હવે લગભગ નક્સલમુક્ત થઈ ગયું છે

Published : 31 March, 2026 09:38 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોમવારે લોકસભામાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે જે હથિયાર ઉઠાવશે તેણે કિંમત ચૂકવવી પડશે

અમિત શાહ

અમિત શાહ


ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે લોકસભામાં ભારતને નક્સલવાદથી ઑલમોસ્ટ મુક્ત જાહેર કર્યું હતું. દોઢ કલાકની સ્પીચમાં તેમણે કહ્યું હતું કે ‘અમે ૩૧ માર્ચ સુધી દેશને નક્સલવાદમુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું, એ લગભગ પૂરું થયું છે. સંપૂર્ણપણે મુક્ત થયા પછી હું દેશને સૂચિત કરીશ.’

છેલ્લાં ૩ વર્ષમાં ૭૦૬ નક્સલવાદીઓ માર્યા ગયા અને છેલ્લા એક વર્ષમાં લગભગ ૨૦૦૦થી વધુ નક્સલવાદીઓએ સરેન્ડર કર્યું હતું. આ સફળતા મેળવ્યા પછી અમિત શાહે નક્સલવાદીઓને બઢાવો આપવા બદલ કૉન્ગ્રેસના ૬૦ વર્ષના શાસનને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ડાબેરીઓએ આદિવાસીઓને બહેકાવ્યા. ગરીબીએ નક્સલવાદ નહીં, નક્સલવાદે ગરીબી ફેલાવી હતી. જોકે હવે આ મોદીની સરકાર છે. અહીં જે હથિયાર ઉઠાવશે તેણે કિંમત ચૂકવવી પડશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 09:38 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK