પાન, ગુટકા, બીડી, સિગારેટ તથા મહિલા અને પુરુષોનાં અન્ડરગાર્મેન્ટ્સની જાહેરાત પણ નહીં કરી શકાય
અયોધ્યામાં ૧૪ કિલોમીટરના રામપથ પર માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ
અયોધ્યા સુધરાઈએ અયોધ્યા અને ફૈઝાબાદ શહેરોને જોડતા મહત્ત્વપૂર્ણ માર્ગ એવા રામ પથના ૧૪ કિલોમીટરના વિસ્તારમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ મંજૂર કર્યો છે. આ પ્રતિબંધ પાન, ગુટકા, બીડી, સિગારેટ અને મહિલા અને પુરુષોનાં અન્ડરગાર્મેન્ટ્સની જાહેરાત પર પણ લાગુ પડશે. અયોધ્યાના મેયર ગિરીશ પતિ ત્રિપાઠીએ ગુરુવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી.
અયોધ્યામાં માંસ અને દારૂના વેચાણ પર પહેલેથી પ્રતિબંધ છે, પણ આ નિયમનું પાલન થતું નથી. જોકે સુધરાઈએ મંજૂર કરેલા ઠરાવનો હેતુ ફૈઝાબાદ શહેરના વિસ્તારોને આવરી લેતા સમગ્ર રામ પથ પર પ્રતિબંધો લાગુ કરવાનો છે.
ADVERTISEMENT
અયોધ્યા સુધરાઈની કારોબારી સમિતિમાં મેયર, નાયબ મેયર અને ૧૨ નગરસેવકોનો સમાવેશ થાય છે. આ સમિતિમાં ફક્ત એક મુસ્લિમ નગરસેવક સુલતાન અન્સારી છે જેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના છે.

