Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > IPL ફાઇનલ પહેલા વિરાટ કોહલી મુશ્કેલીમાં, ક્રિકેટરના પબ સામે કર્ણાટક પોલીસે FIR દાખલ કરી

IPL ફાઇનલ પહેલા વિરાટ કોહલી મુશ્કેલીમાં, ક્રિકેટરના પબ સામે કર્ણાટક પોલીસે FIR દાખલ કરી

Published : 02 June, 2025 12:14 PM | IST | Bengaluru
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bengaluru: કર્ણાટક પોલીસે બેંગલુરુમાં ક્રિકેટર વિરાટ કોહલીના પબ વન8 કોમ્યુન સામે એફઆઈઆર દાખલ કરી; પબ પર રેસ્ટોરન્ટમાં કોઈ નિયુક્ત સ્મોકિંગ ઝોન ન હોવાનો અને સ્મોકિંગ એરિયા સંબંધિત જરૂરી નિયમોનું પાલન ન કરવાનો આરોપ

વિરાટ કોહલીની ફાઈલ તસવીર

વિરાટ કોહલીની ફાઈલ તસવીર


ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL)ની હાલ ચાલી રહેલી સિઝન આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)ના ફાઇનલમાં પહોંચેલી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ - આરસીબી (Royal Challengers Bengaluru - RCB)નો સ્ટાર બેટર વિરાટ કોહલી (Virat Kohli) મુશ્કેલીમાં ફસાયો છે. કર્ણાટક પોલીસ (Karnataka Police)એ ક્રિકેટર વિરાટ કોહલીના બેંગલુરુ (Bengaluru)માં આવેલા પબ, વન8 કોમ્યુન (One8 Commune) સામે એફઆઈઆર (FIR) દાખલ કરી છે. આ પબ બેંગલુરુમાં રત્નમ કોમ્પ્લેક્સ (Rathnam`s Complex)ના છઠ્ઠા માળે આવેલું છે.


કબ્બન પાર્ક પોલીસ (Cubbon Park Police) બેંગલુરુમાં વિરાટ કોહલીના વન8 કોમ્યુન પબ અને રેસ્ટોરન્ટ (FIR against Virat Kohli’s One8 Commune) સામે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ (Cigarettes and Other Tobacco Products Act, 2003 – COTPA)ના ઉલ્લંઘન બદલ કેસ નોંધ્યો છે. રેસ્ટોરન્ટમાં નો સ્મોકિંગ ઝોન હોવાથી COTPA એક્ટની કલમ ૪ અને ૨૧ હેઠળ પબ સામે કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પબમાં સ્મોકિંગ એરિયા અંગે જરૂરી નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું ન હતું.



પોલીસને માહિતી મળી હતી કે વન8 કોમ્યુન પબમાં સ્મોકિંગ એરિયાના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ત્યારબાદ ૧ જૂન, ૨૦૨૫ના રોજ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં પબના મેનેજર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે, પબમાં સ્મોકિંગ એરિયા અંગેના જરૂરી નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. જે ​​COTPA એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. પોલીસે જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વન8 કોમ્યુન પબ અને રેસ્ટોરન્ટે ધૂમ્રપાનના નિયમોનું પાલન કર્યું ન હતું. હવે આ મામલાની યોગ્ય તપાસ કરવામાં આવશે, અને જો દોષિત ઠરશે તો રેસ્ટોરન્ટને દંડ અથવા અન્ય દંડનો સામનો કરવો પડી શકે છે.


COTPA એક્ટ શું છે?

વિરાટ કોહલીના વન8 કોમ્યુન પબ અને રેસ્ટોરન્ટ સામે COTPA એક્ટની કલમ ૪ અને ૨૧ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


કલમ ૪ - જાહેર સ્થળોએ ધૂમ્રપાન પ્રતિબંધિત છે.

કલમ ૨૧ - કાયદાની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરવા બદલ દંડની જોગવાઈ છે.

ફરિયાદ એ છે કે રેસ્ટોરન્ટની અંદર કોઈ "નિયુક્ત ધૂમ્રપાન ઝોન" બનાવવામાં આવ્યું ન હતો, જે નિયમો અનુસાર જરૂરી છે.

વન8 કોમ્યુન (One8 Commune) બેંગલુરુમાં લોકપ્રિય રેસ્ટોરન્ટ છે. અહીં બે વર્ષ પહેલા જ ખોલવામાં આવી છે. આ રેસ્ટોરન્ટ ક્રિકેટર વિરાટ કોહલી સાથે સંકળાયેલું છે અને બેંગલુરુના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. વિરાટ કોહલીની આ રેસ્ટોરન્ટ મુંબઈ (Mumbai), દિલ્હી (Delhi) અને પુણે (Pune) શહેરમાં પણ છે.

તમને જણાવી દઈએ કે, વન8 કોમ્યુન પર અગાઉ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. ગયા વર્ષે જૂનમાં તેની સામે FIR દાખલ કરવામાં આવી હતી. બ્રુહત બેંગલુરુ મહાનગર પાલિકાએ ડિસેમ્બરમાં રેસ્ટોરન્ટને ફાયર વિભાગ પાસેથી NOC ન લેવા બદલ નોટિસ પણ ફટકારી હતી.

નોંધનીય છે કે, આ કેસ દર્શાવે છે કે સરકાર અને પોલીસ હવે જાહેર આરોગ્ય સંબંધિત કાયદાઓનું પાલન કરવા અંગે વધુ કડક બની રહ્યા છે. એટલું જ નહીં, વિરાટ કોહલી જેવા મોટા નામ સાથે સંકળાયેલા સ્થાન સામે કરવામાં આવેલી કાર્યવાહી દર્શાવે છે કે કાયદો બધા માટે સમાન છે.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2025 12:14 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK