Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતની ત્રીજી પરમાણુ સંચાલિત સબમરીન INS અરિદમન ભારતીય નૌકાદળમાં સામેલ

ભારતની ત્રીજી પરમાણુ સંચાલિત સબમરીન INS અરિદમન ભારતીય નૌકાદળમાં સામેલ

Published : 04 April, 2026 09:45 AM | IST | Vishakhapatnam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટેલ્થ ફ્રિગેટ INS તારાગિરિ પણ નૌકાદળમાં સામેલ

INS અરિદમન

INS અરિદમન


સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે વિશાખાપટનમમાં પરમાણુ સબમરીન ઇન્ડિયન નેવલ સર્વિસ (INS) અરિદમન અને સ્ટેલ્થ ફ્રિગેટ INS તારાગિરિને ગઈ કાલે રાષ્ટ્રને સમર્પિત કરી હતી. INS અરિદમન સ્વદેશી રીતે નિર્મિત પરમાણુ સંચાલિત બૅલિસ્ટિક મિસાઇલ સબમરીન છે. આ પહેલાં ભારતીય નૌકાદળમાં પરમાણુ વર્ગની બે સબમરીન INS અરિહંત અને INS અરિઘટ સામેલ છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે વિશાખાપટનમમાં પરમાણુ સબમરીન INS અરિદમન અને સ્ટેલ્થ ફ્રિગેટ INS તારાગિરિ રાષ્ટ્રને સમર્પિત કરી છે. INS અરિદમન સમુદ્રમાં ઊંડા છુપાયેલા દુશ્મનોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે INS તારાગિરી ઉચ્ચ ગતિ અને આધુનિક શસ્ત્રોથી સપાટી પર દુશ્મનો પર હુમલો કરવા માટે સજ્જ છે. પરમાણુ સંચાલિત સબમરીન ધરાવતા દેશો બહુ ઓછા છે જેમાં અમેરિકા, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને ચીન સાથે ભારતનો પણ સમાવેશ થાય છે.

ભારતની પહેલી સ્વદેશી પરમાણુ સબમરીન INS અરિહંત જુલાઈ ૨૦૦૯માં લૉન્ચ કરવામાં આવી હતી અને ૨૦૧૬માં કમિશન કરવામાં આવી હતી. નૌકાદળે ઑગસ્ટ ૨૦૨૪માં એની બીજી સ્વદેશી સબમરીન INS અરિઘટ સામેલ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 09:45 AM IST | Vishakhapatnam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK