બિહારમાં ભવ્ય વિજય પછી ચિરાગ પાસવાને કહ્યું...
ચિરાગ પાસવાન, નીતીશ કુમાર
LJP (RV) અને JDU વચ્ચે ખેંચતાણ હોવાના આરોપો વચ્ચે ચિરાગ પાસવાને ગઈ કાલે મુખ્ય પ્રધાનની મુલાકાત લઈને બન્ને પાર્ટી વચ્ચે ઑલ ઇઝ વેલ હોવાની સ્પષ્ટતા કરી
નીતીશ કુમાર સાથેની મુલાકાત પછી ચિરાગ પાસવાને કહ્યું હતું કે ‘હું મુખ્ય પ્રધાનને મળ્યો હતો. નીતીશ કુમારના નેતૃત્વમાં NDAએ ઐતિહાસિક જીત મેળવી છે એ માટે તેમને અભિનંદન આપ્યાં હતાં અને શુભેચ્છા પાઠવી હતી. આ ચૂંટણી તમામ સાથી પક્ષોએ સાથે મળીને લડી હતી. મેં પોતે મારા મતવિસ્તારમાં JDUને મત આપ્યો હતો. LJP(RV) અને JDU વચ્ચે ઝઘડાની બધી વાતો ખોટી છે.’
ADVERTISEMENT
નોંધનીય છે કે આ મુલાકાત પછી એક પ્રેસ-કૉન્ફરન્સમાં ચિરાગ પાસવાને બિહારના આગામી મુખ્ય પ્રધાનના ચહેરાની ચર્ચા કરી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે ‘મને લાગે છે કે નીતીશ કુમાર જ મુખ્ય પ્રધાન બનશે. અત્યાર સુધી અમે એવું કહેતા હતા કે અમે નીતીશ કુમારના નેતૃત્વની NDA સરકારને સપોર્ટ કરીએ છીએ, પણ એનો ભાગ નથી. આ વખતે હવે અમે બિહારની NDA સરકારનો ભાગ બનવા માટે ઉત્સુક છીએ.’


