Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પહેલી નજરે નિર્ભયા કાંડ જેવી સનસનીખેજ લાગતી ઘટનામાં હકીકત કંઈક જુદી જ?

પહેલી નજરે નિર્ભયા કાંડ જેવી સનસનીખેજ લાગતી ઘટનામાં હકીકત કંઈક જુદી જ?

Published : 15 May, 2026 11:30 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટાઇમ શું થયો છે એવું પૂછવા ઊભી રહેલી મહિલા પર ચાલતી બસમાં સામૂહિક બળાત્કાર થયો હોવાની ફરિયાદમાં આવ્યો ટ્‍વિસ્ટ.

પોલીસે જપ્ત કરેલી બસ, જેમાં બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે જપ્ત કરેલી બસ, જેમાં બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.


દિલ્હીમાં રાનીબાગ વિસ્તારમાં ૩૦ વર્ષની એક યુવતીને ચાલતી બસમાં ખેંચી જઈને બે યુવકોએ બે કલાક સુધી તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હોવાની ઘટનાના સમાચાર ફેલાતાં દિલ્હી પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી અને ગુનામાં વપરાયેલી બસ પણ કબજે કરી હતી.

પોલીસને મળેલી પ્રાથમિક ફરિયાદ મુજબ ‘પીડિત યુવતી ફૅક્ટરીમાં પોતાનું કામ પતાવીને ઘરે પાછી ફરી રહી હતી ત્યારે રાનીબાગ વિસ્તારમાં તેણે ત્યાં ઊભેલા બે યુવકો પાસે જઈને સમય પૂછ્યો હતો. એ તકનો લાભ ઉઠાવીને આરોપીઓ મહિલાને બળજબરીપૂર્વક નજીક ઊભેલી બસમાં ખેંચી ગયા હતા. બસની અંદર આરોપીઓએ યુવતી પર સતત બે કલાક સુધી બળાત્કાર કર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓ  યુવતીને અવાવરુ જગ્યાએ ફેંકી દઈને ત્યાંથી નાસી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં મળી આવેલી યુવતીએ પોલીસનો સંપર્ક કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.’



પોલીસ કન્ટ્રોલ રૂમને મળેલી ફરિયાદના થોડા જ કલાકોમાં પોલીસે આરોપીઓને પકડી લીધા હતા. ઘટનાની ગંભીરતા જોતાં દિલ્હી પોલીસે વિવિધ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. આ સમાચાર ફેલાતાં જ દિલ્હીમાં ફરી એક વાર નિર્ભયા કાંડની યાદ તાજી થઈ હતી. જોકે જેમ-જેમ પોલીસની તપાસ આગળ વધી એમ પોલીસને ખબર પડી હતી કે મામલો જેટલો સીધો દેખાય છે એવો નથી. પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ અને મહિલા વચ્ચે પૈસાને લઈને કોઈક વાતે ઝઘડો હતો. એને કારણે મહિલાએ આરોપીઓ પર બસમાં રેપ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.


પોલીસે કહ્યું હતું કે મહિલાએ ખુદ આરોપીઓમાંથી જ એક વ્યક્તિના ફોનથી પોલીસ કન્ટ્રોલ રૂમમાં કૉલ કર્યો હતો જેને શંકાસ્પદ ગણીને હજી વધુ તપાસ કરવી જરૂરી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 11:30 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK