Delhi Suicide: દિલશાદ ગાર્ડનમાં ભાડાના મકાનમાં રહેતા આ ભાઈ-બહેનેશા માટે આત્મહત્યા કરી તે તપાસ ચાલી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
હાલમાં દિલ્હીમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર (Delhi Suicide) મળી રહ્યા છે. અહીં ભાઈ અને બહેને પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. વિરેશ અને ચીંકી નામનાં આ બંને મૃતકોએ પોતાનું જીવન શા માટે આ રીતે ટૂંકાવ્યું તેની પોલીસતપાસ ચાલી રહી છે.
દિલશાદ ગાર્ડન વિસ્તારમાં આ ભાઈ અને બહેને પોતાના ફ્લેટમાં જીવન ટૂંકાવ્યું હતું. બંનેની ડેડબૉડી મળી આવી છે. આ મૃતકો ઉત્તર પ્રદેશના ફતેહપુર ચકના રહેવાસી હતા. હાલમાં પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. દિલશાદ ગાર્ડનમાં ભાડાના મકાનમાં આ બંને જણ રહેતા હોવાની વાત સામે આવી છે. અત્યારે આ લોકોએ શા માટે આત્મહત્યા કરી તેની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
આ ઘટના (Delhi Suicide)માં જે પ્રાથમિક અહેવાલો સામે આવ્યા છે તે અનુસાર દિલશાદ ગાર્ડનની ડી પોકેટમાં આવેલા ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. બદબૂ આવતાં જ સ્થાનિકોએ શંકા જતાં પોલીસને ફોન કર્યો હતો. પોલીસ તરત જ ઘટના સ્થળે આવી ગઈ હતી. આ ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા આ ફ્લેટણે જ્યારે ખોલવામાં આવ્યો ત્યારે એમાંથી એક પુરુષ અને એક મહિલાની ડેડબૉડી મળી આવી હતી. પૂછપરછમાં માલૂમ થયું હતું કે બંને મૃતકો ભાઈ અને બહેનનો સંબંધ ધરાવતાં હતાં. વર્ષ ૨૦૨૧થી તેઓ આ ફ્લેટમાં ભાડૂત તરીકે રહેતાં હોવાનો પણ ખુલાસો થયો છે. મૃતક યુવકની ઉંમર 32 વર્ષ અને છોકરીની ઉંમર 30 વર્ષ હોવાનું કહેવાય છે. ક્રાઈમ ટીમ અને એફએલએસ ટીમે સ્થળની મુલાકાત લીધી છે અને હાલમાં સ્થળની વીડિયોગ્રાફી કરવામાં આવી છે.
મૃતકોની જે વધુ માહિતી સામે આવી છે તેની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બાગપતમાં આવેલ ફતેહપુર ચક, કિશનપુર, રામાલાના રહેવાસી દેવેન્દ્ર કુમારનો પુત્ર વિરેશકુમાર તોમર અને તેની બહેન ચિંકી તોમરે આત્મહત્યા (Delhi Suicide) કરી છે.
અ મામલે વધુ માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે અ બંને ભાઈ-બહેન વર્ષ 2021થી આ ફ્લેટમાં ભાડૂત તરીકે રહેવા માટે આવ્યા હતા. ક્રાઈમ ટીમ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ના અધિકારીઓએ સ્થળની તપાસ કરી છે અને વધુ તપાસ માટે પગલાંઓ હાથ ધરવામાં આવ્યા હતા.
પ્રાથમિક અહેવાલો તો એવું જ ચૂચવે છે કે આ બંનેએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. જોકે અત્યારે અધિકારીઓ અન્ય વિગતોની ચકાસણી કરી રહ્યા છે. હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી. વધુ તપાસ ચાલી રહી છે. તેથી અન્ય વિગતો સામે આવી શકે છે.
આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે (Delhi Suicide) પહોંચી હતી અને બંને ડેડબૉડીને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

