જોઈ લો અહીં...
અમ્રિતસરમાં દિવાળીની ઉજવણી
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે રાતે ક્લૉક-ટાવર પાસે દીપોત્સવ ઊજવાયો હતો જેમાં લોકોએ અંગ્રેજીમાં SINDOOR અને હિન્દીમાં જય ભારત વંચાય એ રીતે દીવડાઓથી આકાર રચ્યો હતો.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં દિવાળીની રાતે કાલી પૂજા પછી મંગળવારે મહાકાલીની મૂર્તિની મશાલ સાથે વિસર્જનયાત્રા નીકળી હતી. આર્ટિસ્ટોએ યાત્રામાં મહાકાલીનું સ્વરૂપ લઈને નૃત્ય કર્યું હતું.
ઑસ્ટ્રેલિયાના સિડનીની ફૅન્ટમ સ્ટ્રીટમાં ઘરોને દિવાળીના ડેકોરેશનથી સજાવવાની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્ટ્રીટનાં તમામ ઘરો અલગ-અલગ થીમ સાથે રંગબેરંગી લાઇટિંગથી સજ્યાં હતાં. ભગવાન રામ, અયોધ્યાનું મંદિર અને રામ અને હનુમાનનાં શિલ્પો પણ એમાં બનાવવામાં આવ્યાં હતાં. પાંચ દિવસ સુધી ચાલેલીી આ લાઇટિંગમાં દિવાળીની રાતે વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા અને આ પાંચેય દિવસ સિડની આખું આ સ્ટ્રીટને જોવા આવી રહ્યું હતું.
અમેરિકાના ન્યુ જર્સીમાં BAPS સ્વામીનારાયણ અક્ષરધામ રંગબેરંગી લાઇટિંગની સજાવટ અને આકાશમાં આતશબાજીથી ઝગમગી ઊઠ્યું હતું.

