છઠપૂજા દરમ્યાનનો તેમનો વિડિયો બહેને સોશ્યલ મીડિયામાં શૅર કર્યો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
બરોળની ઇન્જરી બાદ સિડનીની હૉસ્પિટલમાં દાખલ શ્રેયસ ઐયર જલદી સાજો થઈ જાય એ માટે T20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવની મમ્મીએ વિશેષ પ્રાર્થના કરી હતી. છઠપૂજા દરમ્યાન ઐયર માટે કરેલી પ્રાર્થનાનો વિડિયો સૂર્યકુમારની બહેને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો અને એ ભારે વાઇરલ થયો હતો.
આ વિડિયોમાં સૂર્યકુમારની મમ્મી કહી રહી છે કે ‘હું કહેવા માગું છું કે બધા લોકો શ્રેયસ ઐયર માટે પ્રાર્થના કરો કે તે સારો થઈને તેના ઘરે આવી જાય. કેમ કે મેં કાલે સાંભળ્યું હતું કે તેની તબિયત સારી નથી એથી મને ખૂબ દુઃખ થયું છે.’
ADVERTISEMENT
ત્રીજી અને છેલ્લી વન-ડે દરમ્યાન ઐયરે એક અદ્ભુત કૅચ પકડ્યો હતો અને એ દરમ્યાન જમીન પર પટકાતાં તેની બરોળને ઈજા થઈ હતી એ પછી ડ્રેસિંગ રૂમમાં બેભાન થઈ જતાં તેની સિડનીની હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. મંગળવારના રિપોર્ટ પ્રમાણે તેનું ઑપરેશન સફળ રહ્યું છે, પણ તેણે થોડો સમય હૉસ્પિટલમાં જ રહેવું પડશે. સૂર્યકુમારે પણ કન્ફર્મ કર્યું હતું કે શ્રેયસે ફોન-કૉલ્સ રિસીવ કરવાનું અને મેસેજની આપ-લે કરવાનું શરૂ કરી દીધું છે, તેની તબિયત સુધારા પર છે.


