Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ત્રણેય ઇલેક્શન-કમિશનરો ભેગા થઈને સામે આવ્યા

ત્રણેય ઇલેક્શન-કમિશનરો ભેગા થઈને સામે આવ્યા

Published : 27 September, 2026 11:06 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકીને પંચે કહ્યું કે બધા જ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા

ગઈ કાલે દિલ્હીના નિર્વાચન સદનમાં યોજાયેલી બેઠકમાં ચીફ ઇલેક્શન-કમિશનર જ્ઞાનેશ કુમાર બાકીના બે ચૂંટણી-કમિશનરો સાથે.

ગઈ કાલે દિલ્હીના નિર્વાચન સદનમાં યોજાયેલી બેઠકમાં ચીફ ઇલેક્શન-કમિશનર જ્ઞાનેશ કુમાર બાકીના બે ચૂંટણી-કમિશનરો સાથે.


ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI)માં આંતરિક વિખવાદના સમાચાર બાદ સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે જેના પગલે શનિવારે તાકીદે ત્રણેય કમિશનરની એક બેઠક બોલાવવામાં આવી હતી. દિલ્હીના નિર્વાચન સદનમાં યોજાયેલી આ બેઠકમાં ચીફ ઇલેક્શન-કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી-કમિશનરો સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશી હાજર રહ્યા હતા. મીડિયામાં એવા અહેવાલો હતા કે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સહિતના કેટલાક મુદ્દાઓ પર સંધુ અને જોશીએ વાંધો ઉઠાવ્યો હતો. જોકે ચૂંટણીપંચે બેઠક બાદ તમામ અટકળો ફગાવીને સ્પષ્ટતા કરી હતી.

ચૂંટણીપંચે કરેલી સ્પષ્ટતા
નિર્ણયો સર્વસંમતિથી લેવાયા : પંચે ભારપૂર્વક જણાવ્યું કે ૨૦૨૫ની ૨૪ જૂને SIR વિશે જે આદેશ અપાયો હતો અને અન્ય તમામ મહત્ત્વના નિર્ણયો ત્રણેય કમિશનરની સર્વસંમતિથી જ લેવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ અસલ SIR આદેશને માન્ય રાખ્યો છે.
ફૉર્મ 6નો મુદ્દો : નવા મતદારોની નોંધણી માટેના ફૉર્મ 6 સાથે એક ડેક્લેરેશન જોડવા સામે પ્રશ્નો ઊભા થયા હતા. પંચે સ્પષ્ટ કર્યું છે કે ડેક્લેરેશનને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું છે અને SIR સિવાયના સમયમાં ૧૯૬૦ના નિયમ મુજબના સામાન્ય ફૉર્મ જ વપરાશે.
IT સિસ્ટમની સમીક્ષા અને સુધારા: ECINET પોર્ટલ અને ડેટાબેઝના અૅક્સેસ મુદ્દે ચિંતાઓ વ્યક્ત થઈ હતી. પંચે સ્પષ્ટ કર્યું કે ફીલ્ડ અધિકારીઓને તેમના હોદ્દા મુજબ જ અૅક્સેસ અપાય છે. વધુમાં આ માટે સિનિયર ડેપ્યુટી ઇલેક્શન કમિશનર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)ના નિષ્ણાતની બનેલી કમિટી સમીક્ષા કરશે. નવા IT પ્રોજેક્ટ હવે પહેલાં આ કમિટીમાં ચર્ચાશે અને પછી જ મંજૂરી માટે કમિશન પાસે આવશે.
બેઠકોમાં નવી વ્યવસ્થા : આંતરિક કામગીરી સુધારવા માટે હવેથી ચૂંટણીપંચની તમામ બેઠકોનો એજન્ડા અગાઉથી જ કમિશનરોને આપી દેવામાં આવશે અને બેઠકની મિનિટ્સ પણ તૈયાર કરવામાં આવશે.
ડેડલાઇનમાં વધારો : SIR પ્રક્રિયા અંતર્ગત દાવા અને વાંધા રજૂ કરવા માટે દિલ્હીમાં ડેડલાઇન વધારીને ૩૦ ઑક્ટોબર કરાઈ છે જેનો નિકાલ ૩૦ નવેમ્બર સુધીમાં કરાશે. મહારાષ્ટ્રમાં આ ડેડલાઇન અનુક્રમે ૧૨ ઑક્ટોબર અને ૧૦ નવેમ્બર કરાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 11:06 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK