સંજય ગાંધીનાં મોતને સોનિયા ગાંધીના રાજકીય ઉદય સાથે જોડવામાં આવ્યાં હતાં. પોસ્ટમાં સોનિયા ગાંધીને એક ‘રહસ્યમય વિદેશી નાગરિક’ ગણાવીને દાવો કરાયો હતો કે તેમના આવ્યા બાદ પરિવારના સભ્યો એક પછી એક માર્યા ગયા હતા.
કંગના રનૌત
મંડીનાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સંસદસભ્ય કંગના રનૌત સામે સોશ્યલ મીડિયા પર ગાંધી પરિવાર વિશે ભડકાઉ પોસ્ટ કરવા બદલ હિમાચલ પ્રદેશ પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે. શિમલાના બોઇલુગંજ પોલીસ-સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં બે જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવાનો અને ખોટી માહિતી દ્વારા બદનક્ષી કરવાનો આરોપ છે. નિવૃત્ત આર્મી-ઑફિસર કૅપ્ટન અતુલ શર્માએ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP)ને કરેલી ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પરના કંગનાના વેરિફાઇડ અકાઉન્ટ પરથી ૧૦ નવેમ્બરે એક પોસ્ટ કરવામાં આવી હતી. એમાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધીનાં મોતને સોનિયા ગાંધીના રાજકીય ઉદય સાથે જોડવામાં આવ્યાં હતાં. પોસ્ટમાં સોનિયા ગાંધીને એક ‘રહસ્યમય વિદેશી નાગરિક’ ગણાવીને દાવો કરાયો હતો કે તેમના આવ્યા બાદ પરિવારના સભ્યો એક પછી એક માર્યા ગયા હતા. અતુલ શર્માએ આક્ષેપ firtકર્યો છે કે આવી ટિપ્પણીઓ રાજકીય ટીકાની હદ વટાવીને સામાજિક સૌહાર્દ ડહોળવાનું કામ કરે છે.
