ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક દુર્ગા પૂજા પંડાલમાં મેરઠના બ્લુ ડ્રમ મર્ડર કેસમાં દોષી જાહેર થયેલાં મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાની નનામીઓ લટકાવવામાં આવી છે. તેમને ફાંસીના ફંદા સાથે દર્શાવવામાં આવ્યા છે.
દુર્ગા પૂજા પંડાલમાં મેરઠ બ્લુ ડ્રમ મર્ડર કેસના દોષિતોની નનામીઓ
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક દુર્ગા પૂજા પંડાલમાં મેરઠના બ્લુ ડ્રમ મર્ડર કેસમાં દોષી જાહેર થયેલાં મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાની નનામીઓ લટકાવવામાં આવી છે. તેમને ફાંસીના ફંદા સાથે દર્શાવવામાં આવ્યા છે. એનો ઉદ્દેશ્ય તેમને મળેલી તાજેતરની ફાંસીની સજાને ઉજાગર કરવાનો અને મેરઠના બ્લુ ડ્રમ હત્યાકાંડ જેવા જઘન્ય ગુનાઓ આચરતા લોકોને રોકવાનો છે.
આ મુદ્દે મંડળના અધ્યક્ષ નિતેશનું કહેવું છે કે ‘આ પ્રદર્શન ગુનાખોરીને અટકાવવામાં મદદરૂપ થશે. અમે સૌને એ યાદ અપાવવા માગીએ છીએ કે ગંભીર ગુનાઓને ક્યારેય નજરઅંદાજ કરવામાં આવશે નહીં. આ કેસમાં મળેલો ઝડપી ચુકાદો કાયદા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવશે.’
