સરકાર ૨૦૦૦ રૂપિયાથી વધુ રકમના UPI વ્યવહારો પર ૧૮ ટકા GST લાદવાનું વિચારી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
૨૦૦૦ રૂપિયાથી વધુના યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) વ્યવહારો પર સરકાર ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) વસૂલ કરવાનો વિચાર કરી રહી છે એવા દાવાઓ સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયા વગરના છે એવી સ્પષ્ટતા સરકારે કરી છે. આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. સરકાર ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપે છે અને આપતી રહેશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
થોડા સમય પહેલાં અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર ૨૦૦૦ રૂપિયાથી વધુ રકમના UPI વ્યવહારો પર ૧૮ ટકા GST લાદવાનું વિચારી રહી છે.

