Himachal Pradesh Rain: વાદળ ફટવાને કારણે એક વ્યક્તિનાં મોતનાં પણ સમાચાર મળી રહ્યા છે. એક ફૅમિલીનાં સાત જણ લાપતા થયા છે. અનેક ઘરો અને વાહનોને નુકસાન થયું છે.
મંડીમાં પૂર જેવી સ્થિતિ અને ભૂસ્ખલન (તસવીર સૌજન્ય - પીટીઆઈ)
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદે (Himachal Pradesh Rain) કહેર મચાવ્યો છે. ગઇકાલે રાત્રે મુશળધાર વરસાદને કારણ અહીં જનજીવન ખોરવાયું છે. વાદળ ફટવાને કારણે એક વ્યક્તિનાં મોતનાં પણ સમાચાર મળી રહ્યા છે. આ સાથે જ એક ફૅમિલીનાં સાત જણ લાપતા થયા છે. અનેક ઘરો અને વાહનોને નુકસાન થયું છે.
પૂરમાં તણાઇ ગયાં ઘર, એક જ ફૅમિલીના અનેક જણ લાપતા
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે મંડી જિલ્લાના ગૌહર સબ-ડિવિઝનમાં અચાનકથી પુર આવ્યું હતું. પરિસ્થિતિ બેકાબૂ બનતા જ એક ઘર ધસમસતા પૂર (Himachal Pradesh Rain)માં વહી ગયું હતું. જેમાં મા-દીકરીનો આબાદ બચાવ થયો હતો . પરંતુ અન્ય સાત લોકો તણાઇ ગયાં હોવાના અહેવાલ મળી રહ્યા છે. મૃતકોની ઓળખ બાગાના દેવી સિંહના પુત્ર પદમ સિંહ, બાગાના પદમ સિંહની પત્ની દેવકુ દેવી, પંગલૈયુરના ગોકુલચંદના પુત્ર ઝાબે રામ, ગોકુલચંદની પત્ની પાર્વતી દેવી, સુરમી દેવી, ઝાબે રામના પુત્ર ઇન્દ્ર દેવ, ઇન્દ્રદેવની પત્ની ઉમાવતી, ઇન્દ્રદેવની પુત્રી કનિકા તેમ જ ઇન્દ્રદેવના પુત્ર ગૌતમ તરીકે થઈ છે.
ગઈ રાતથી જ મુશળધાર વરસાદ (Himachal Pradesh Rain) થઈ રહ્યો છે. જેને કારણે અત્યારે તો મંડી જિલ્લામાં પરિસ્થિતિ વકરી રહી છે. જિલ્લામાં આવેલી નદીઓ ઓવરફ્લો થઈ છે. જેને કારણે પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. બખરીખડ ખાતે 16 મેગાવોટનો પાટિકરી પાવર પ્રોજેક્ટ બાંધવામાં આવ્યો હતો તેને પણ પ્રચંડ નુકસાન થયું છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મંડીમાં થયેલા પ્રચંડ વરસાદ અને પૂરની સ્થિતિ અંગે રાજ્યનાં ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે વાદળ ફાટવા, અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે મંડીમાં 129 અને સિરમૌરમાં 92 સહિત 259 રસ્તાઓ બંધ કરી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 614 ટ્રાન્સફોર્મર્સ અને 130 પાણી પુરવઠા યોજનાઓમાં વિક્ષેપ પડ્યો હતો. તમને જણાવી દઈએ કે શિમલામાં પણ વરસાદનો ભારે પ્રકોપ જોવા મળ્યો છે. સોમવારે સવારે ગણતરીમાં જ એક પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ખાસ કરીને મંડીનો વિસ્તાર વધારે જ પ્રમાણમાં પ્રભાવિત થયો છે. આજે તો પણ વાદળ પણ ફાટ્યા છે. જેથી અચાનક પૂર જેવી સ્થિતિ થઈ હોવાથી અનેક લોકો તણાઇ ગયાં છે.
હિમાચલ પ્રદેશમાં જૂન મહિનામાં 135 મીમી વરસાદ (Himachal Pradesh Rain) નોંધાયો હતો, જે સામાન્ય 101 મીમી કરતાં 34 ટકા વધારે છે, જે 1901 પછીનો 21મો સૌથી વધુ વરસાદ છે. રિપોર્ટ અનુસાર વર્ષ 1971માં આ રેકોર્ડ 252.7 મીમી હતો. હિમાચલ પ્રદેશ વહીવટીતંત્રે લોકોને ખાસ કરીને ડુંગરાળ અને સંવેદનશીલ વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે અને સત્તાવાર હવામાન અને આપત્તિ ચેતવણીઓ થકી સાવચેત રહેવાની સૂચના પણ અપાઈ છે.

