સ્પેશ્યલ બ્રાન્ચના અધિકારીએ જાહેર કરેલી ઍડ્વાઇઝરી અનુસાર ઈમેઇલમાં દાવો કરાયો છે કે જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ઠાર કરાયેલા LeTના સભ્ય લતીફ ભટના મોતનો બદલો લેવા આ બન્ને વિસ્ફોટ કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
હૈદરાબાદમાં ૨૬ નવેમ્બરે મુંબઈના ૨૦૦૮ના આતંકવાદી હુમલા જેવો હુમલો કરવાની ધમકી મળ્યા બાદ પોલીસે હાઈ અલર્ટ જાહેર કરીને સુરક્ષા-વ્યવસ્થા કડક બનાવી છે. પોલીસને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના નામે એક ઈમેઇલ મળ્યો છે, જેમાં શહેરનાં બે મુખ્ય સ્થળોએ બૉમ્બવિસ્ફોટ કરવાની અને ઓછામાં ઓછા ૩૦૦ લોકોના જીવ લેવાની ચેતવણી આપવામાં આવી છે.
હૈદરાબાદ શહેરની સ્પેશ્યલ બ્રાન્ચના જૉઇન્ટ પોલીસ-કમિશનરે વરિષ્ઠ પોલીસ-અધિકારીઓને લખેલા પત્ર મુજબ ઈમેઇલ મોકલનારે પોતાને LeT સાથે જોડાયેલો ગણાવીને કાચીગુડામાં આવેલી હોટેલ ટૂરિસ્ટ પ્લાઝા અને કાચીગુડા રેલવે સ્ટેશન પર બૉમ્બવિસ્ફોટ કરવાની ધમકી આપી છે. સ્પેશ્યલ બ્રાન્ચના અધિકારીએ જાહેર કરેલી ઍડ્વાઇઝરી અનુસાર ઈમેઇલમાં દાવો કરાયો છે કે જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ઠાર કરાયેલા LeTના સભ્ય લતીફ ભટના મોતનો બદલો લેવા આ બન્ને વિસ્ફોટ કરવામાં આવશે.
