India Begins Boycott Turkey: ભારત લગભગ 14 થી 16 લાખ ટન માર્બલની આયાત કરે છે અને તેમાંથી 70 ટકા તુર્કીથી છે. એકલા ઉદયપુરમાં, લગભગ 125 પ્રોસેસિંગ યુનિટ છે અને તેમાંથી 40-50 તુર્કીથી માર્બલની આયાત કરે છે.
પ્રતીકાત્મક તસવીર અને વાયરલ લેટર
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, ભારતે 26 નિર્દોષ લોકોના મોતનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવીને તેનો નાશ કર્યો. જોકે, આ પછી, પાકિસ્તાને ભારત સામે પ્રતિકૂળ કાર્યવાહી કરીને બદલો લીધો. બન્ને પડોશી દેશો વચ્ચે તણાવ વધતાં, વિશ્વભરના મોટાભાગના દેશોએ આતંકવાદની નિંદા કરી અને ભારતને ટેકો આપ્યો. જોકે, તુર્કી સહિત કેટલાક પ્રતિકૂળ રાષ્ટ્રોએ પાકિસ્તાનનો સાથ આપ્યો.
તુર્કીની આ ગદ્દારી પછી ભારતમાં `તુર્કીનો બહિષ્કાર કરો` એવી લહેર જોવા મળી, જેમાં ઘણા પ્લેટફોર્મે તુર્કી ખાતેની તમામ ફ્લાઇટ અને હૉટેલ બુકિંગ સ્થગિત કરી દીધા છે. ભારતીય વેપારીઓએ તુર્કી સફરજનનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યા પછી તુર્કીનો બહિષ્કાર કરવાની હાકલ વધુ તીવ્ર બની. પરિણામે, બજારમાંથી તુર્કી સફરજન ગાયબ થઈ ગયા છે, જેના કારણે ઈરાનથી સફરજનના ભાવમાં વધારો થયો છે. 10 કિલો સફરજનના જથ્થાબંધ ભાવમાં 200 થી 300 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે છૂટક ભાવમાં 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે.
ADVERTISEMENT
No thank you. ?#BoycottTurkey #SayNoToTurkey pic.twitter.com/YpTb4yzaSY
— Rajeev Chandrasekhar ?? (@RajeevRC_X) May 13, 2025
તુર્કીના પાકિસ્તાનને સમર્થનને કારણે, ભારતીય વેપારીઓ વધુ આગ્રહી બન્યા છે. તેઓ હવે તુર્કી સફરજન કરતાં ઈરાન, વૉશિંગ્ટન અને ન્યુઝીલૅન્ડના સફરજનને વધુ પસંદ કરે છે. સફરજન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવવામાં આવે છે, અને ભારત-પાકિસ્તાન તણાવના કારણે આંતરરાષ્ટ્રીય સફરજન વેપાર પર પણ અસર પડી છે.
ભારત અને પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ઉદયપુર માર્બલ પ્રોસેસર્સે તાજેતરના સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનને ટેકો આપવાને પગલે તુર્કીથી આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉદયપુર માર્બલ પ્રોસેસર્સ કમિટીએ પીએમ નરેન્દ્ર મોદીને તુર્કી સામે કડક કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત લગભગ 14 થી 16 લાખ ટન માર્બલની આયાત કરે છે અને તેમાંથી 70 ટકા તુર્કીથી છે. એકલા ઉદયપુરમાં, લગભગ 125 પ્રોસેસિંગ યુનિટ છે અને તેમાંથી 40-50 તુર્કીથી માર્બલની આયાત કરે છે.
તુર્કીએ ભારત માટે શું કહ્યું?
આ બધા વચ્ચે ભારતના લોકોએ પણ તુર્કી ફરવા જવાનું ટાળવાનો નિર્ણય લીધો છે. આ બાબતને પગલે તુર્કીના પર્યટન વિભાગનો એક વીડિયો વાયરલ થઈ રહયી રહ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે "તેથી અમે પુષ્ટિ કરીએ છીએ કે વર્તમાન પરિસ્થિતિના આધારે તુર્કીની કોઈપણ યાત્રા મુલતવી રાખવાનું કે રદ કરવાનું કોઈ કારણ નથી. બધી યાત્રા કામગીરી યોજના મુજબ ચાલુ રહે છે, અને ભારતીય મહેમાનોને અસર કરતી કોઈ પ્રતિબંધો કે સલામતી સમસ્યાઓ નથી."

