રશિયાની બે સૌથી મોટી ઑઇલ પ્રોડ્યુસર કંપનીઓ પર અમેરિકાએ મૂકેલાં નિયંત્રણોને કારણે અને અમેરિકા સાથ ટ્રેડ-ડીલ ફાઇનલ કરવા ભારત અભિગમ બદલી શકે છે
ડોનલ્ડ ટ્રમ્પ
રશિયાના બે મોટા તેલ-ઉત્પાદકો પર અમેરિકાએ લાદેલાં નિયંત્રણોને લીધે હવે ભારત રશિયાના તેલની ખરીદી ઓછી કરી શકે છે એવા અહેવાલ આવ્યા છે. રશિયાના તેલની ખરીદી ઓછી કરીને ભારત ડોનલ્ડ ટ્રમ્પે મૂકેલા નિયંત્રણ હળવા કરાવવા ઉપરાંત અમેરિકા સાથેના વેપારકરારમાં રહેલી સૌથી મોટી અચડણ પણ દૂર કરી શકે છે.
અમેરિકાએ ભારત પર લાદેલી ૫૦ ટકા ટૅરિફમાંથી ૨૫ ટકા ટૅરિફ રશિયા પાસેથી ખરીદવામાં આવતા ઑઇલને કારણે છે. ભારત રશિયાના તેલની ખરીદી ઓછી કરે અને અમેરિકા વધારાની ૨૫ ટકા ટૅરિફ ઘટાડી દે તો ભારત પરની ટૅરિફ પણ એશિયાના મોટા ભાગના દેશોની બરાબરીમાં આવી જશે.
ADVERTISEMENT
તેલ-ઉત્પાદન સાથે સંકળાયેલી રશિયાની બે સૌથી મોટી લુકઑઇલ અને રોઝનેફ્ટ કંપની પર અમેરિકાએ નિયંત્રણો મૂક્યાં છે. રશિયા પાસેથી ખરીદવામાં આવતા કુલ તેલમાંથી આશરે ૬૦ ટકા જેટલું તેલ ભારત આ બે કંપનીઓ પાસેથી ખરીદે છે.


