અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાથી ૨૫, ૨૬ અને ૨૭ ઑક્ટોબરે કમોસમી વરસાદની આગાહી : ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિવાળીનું પર્વ હર્ષોલ્લાસથી ગુજરાતમાં ઊજવાઈ રહ્યું છે ત્યારે ફરી પાછો ગુજરાત પર માવઠાનો ખતરો મંડરાયો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાથી હવામાન વિભાગે આજથી ૩ દિવસ સુધી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આજે સુરત, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, દીવ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં આજથી ૩ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, ખેડા, આણંદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ક્યાંક હળવાથી મધ્યમ તેમ જ ભારે વરસાદ પડી શકે છે.


