Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

વી વિલ ડૂ ઇટ

Published : 08 October, 2026 11:32 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીતિઓ અને મહેનતથી ભારત ૨૦૪૭ સુધીમાં ચોક્કસ વિકસિત રાષ્ટ્ર બનશે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કરીને નરેન્દ્ર મોદીએ આપ્યો નવો નારો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી હતી કે કઠોર પરિશ્રમથી ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું સ્વપ્ન ચોક્કસ પૂરું કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી હતી કે કઠોર પરિશ્રમથી ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું સ્વપ્ન ચોક્કસ પૂરું કરશે


જાહેર જીવનમાં પચીસ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ગઈ કાલે નવી દિલ્હીમાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સભા’માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી હતી કે કઠોર પરિશ્રમથી ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું સ્વપ્ન ચોક્કસ પૂરું કરશે. આ માટે તેમણે દેશને ‘વી વિલ ડૂ ઇટ’નો નવો નારો આપ્યો હતો અને જનતાના વિશ્વાસને પોતાની તાકાત ગણાવી દેશસેવા માટે શ્રી વિનાયક મંદિરમાં પ્રાર્થના કરી હતી.

વડા પ્રધાને દેશની જનતા સમક્ષ મૂકેલા મુદ્દાઓ તેમના જ શબ્દોમાં...
 ૨૦૦૧ની ૭ ઑક્ટોબરે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આજે સરકારના વડા તરીકે મારી આ ૨૫ વર્ષની યાત્રા માટે હું દેશની જનતા, BJP અને તમામ સાથીઓનો આભાર માનું છું.
 જ્યારે ગામમાં વીજળી ન હોય ત્યારે અંધારું કોઈ એક જ્ઞાતિ પર નથી પડતું. મતના આધારે સમાજના ભાગલા પાડવા એ દેશ સામેની મોટી સમસ્યા છે.
 એક સમયે આપણા દેશની ચર્ચા પૉલિસી-પૅરૅલિસિસ વિશે થતી હતી, આજે ભારતની વધતી તાકાતની ચર્ચા થઈ રહી છે. આજે આપણે નિકાસના નવા રેકૉર્ડ બનાવી રહ્યા છીએ. ‘મેક ઇન ઇન્ડિયા’ મોબાઇલ ફોન આજે ગ્લોબલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે.
 ક્યારેય ન ઉકેલી શકાય એવી કાશ્મીરની કલમ ૩૭૦નો કાંટો કાઢી નાખ્યો છે અને નક્સલવાદની કમર તોડી નાખી છે.
 આતંકવાદીઓના ગઢમાં ઘૂસીને આપણે તેમને જવાબ આપી રહ્યા છીએ.
 આજે દુનિયા આપણા પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીનાં વખાણ કરે છે, કાલે ‘મેક-ઇન-ઇન્ડિયા’ ઍરક્રાફ્ટનાં વખાણ કરશે.
 ભારત ટૉપ ૩ ઇકૉનૉમી અને ગ્લોબલ મૅન્યુફૅક્ચરિંગ હબ બનશે, ઑલિમ્પિક્સનું યજમાનપદ મેળવશે. આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે ‘વી વિલ ડૂ ઇટ’.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 11:32 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK