ગઈ કાલ સુધી આ સેન્ટરે ૨૦,૦૦૦ લોકોનો તેમના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું
મહાકુંભના ખોયા પાયા સેન્ટરમાં બેઠેલા સ્વજનોથી વિખૂટા પડી ગયેલા લોકો.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૪ જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં ગઈ કાલ સુધીમાં ૫૫.૫૬ કરોડ શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. ભારત જ નહીં, વિદેશમાંથી પણ હિન્દુ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચી રહ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓ તેમના પરિવારથી છૂટા પડી જવાની ઘટનાઓ પણ મોટા પ્રમાણમાં બની છે. ઉત્તર પ્રદેશ સરકારે જોકે કુંભના મેળામાં છૂટા પડી જનારા લોકોને શોધવા માટે હેલ્પલાઇન શરૂ કરવાની સાથે ખોયા પાયા સેન્ટર બનાવ્યું છે. ગઈ કાલ સુધી આ સેન્ટરે ૨૦,૦૦૦ લોકોનો તેમના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ૨૯ જાન્યુઆરીની મૌની અમાસે ૭.૬ કરોડ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્યા હતા. એ દિવસે સૌથી વધુ છૂટા પડી ગયેલા ૮૭૨૫ લોકોનો મેળાપ કરાવવામાં આવ્યો હતો.

