Eknath Shinde receives bomb threat: ઈમેઇલ દ્વારા મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની કારને બૉમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી . પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી તપાસ.
મહારાષ્ટ્ર ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદે (ફાઇલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- એકનાથ શિંદેના વાહન પર હુમલાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
- શિંદે દિલ્હીના નવા મુખ્યમંત્રીની શપથમાં હાજર છે.
- મુંબઈમાં સ્કૂલને પણ મળ્યું બૉમ્બની ધમકી
તાજેતરમાં મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદેના વાહન પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનારા અજાણી વ્યક્તિએ મુંબઈ પોલીસના જે.જે. માર્ગ પોલીસ સ્ટેશન, મંત્રાલય અને શહેરના અન્ય બે સ્થળે ધમકી ભર્યા ઈમેલ મોકલ્યા હતા. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને તપાસ હાથ ધરી છે. અધિકારીઓ મુજબ સુરક્ષા એજન્સી ઉપમુખ્ય મંત્રીને મળેલી ધમકીનું મૂલ્યાંકન કરી રહી છે.
આ પેહલા પણ જાન્યુઆરી મહિનામાં ડેપ્યુટી સીએમ શિંદેને આવી ધમકી મળી ચૂકી છે. જાન્યુઆરી મહિનાની ધમકી બાદ પોલીસે થાણેના 6 વર્ષીય હિતેશ ધેંડે નામના શખ્સ વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી. પીટીઆઇ અનુસાર, હિતેશ ધેંડેએ શિંદે વિરુષ સોશિયલ મીડિયા પર અપશબ્દનો ઉપયોગ કર્યો હતો અને ત્યાર બાદ મેસેજ દ્વારા તેમને મારી નાખવાની ખૂલ્લી ધમકી પણ મોકલી હતી. શ્રીનગર પોલીસ સ્ટેશના સિનિયર ઈન્સ્પેક્ટર ગુલઝારિલાલ ફડતારેએ PTIને આપવામાં આવેલી માહિતી મુજબ થાણેના વરલી પાડા વિસ્તારમાં રહેનાર આરોપી હિતેનશ ધેંડેની શોધખોળ હાલમાં ચાલુ છે.
ADVERTISEMENT
હાલમાં ઉપમુખ્ય મંત્રી શિંદે, ઉપમુખ્ય મંત્રી અજીત પાવર અને મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે નવી દિલ્લીમાં બીજેપીના નેતા રેખા ગુપ્તની મુખ્ય મંત્રી તરીકેની શપથ વિધિમાં પહોંચ્યા છે. શપથ વિધિ બાદ NDAની દરેક પાર્ટીના મુખ્ય મંત્રી પદના નેતાઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આવનારા બિહારના ઇલેક્શનની રણનીતિ નક્કી કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
એકનાથ શિંદે જૂથની શિવ સેનાના કાર્યકર્તાની ફરીયાદના આધારે પોલીસે રવિવારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. આ કેસની કલમોમાં કલમ 133 (કોઈ વ્યક્તિનું અપમાન કરવાના ઇરાદે હુમલો કરવો), કલમ 352 (શાંતિ ભંગ કરવાના ઇરાદાથી અપમાનજનક શારીરિક હુમલો), કલમ 351(1) (અપરાધિક ધમકી) અને કલમ 356 (2) (બદનક્ષી) સામેલ છે.
મુંબઇમાં આવી ધમકીઓની ઘટના દિવસે-દિવસે વધી રહી છે
તાજેતરમાં મુંબઈની એક શાળાને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં રાયન ગ્લોબલ સ્કૂલને ઈમેલ દ્વારા અજાણી વ્યક્તિએ આવી ધમકી મોકલી હતી. ઘટના વિષે શાળાના સંચાલકોને જાણ થતા સ્થાનિક પોલીસ અને બૉમ્બ સ્કવૉડને સંપર્ક કરવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, પોલીસ અને બૉમ્બ સ્કવૉડ તાત્કાલિક શાળાના પરિસરમાં પહોંચી હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતીને પ્રાથમિકતા આપતા તરત જ સમગ્ર શાળાને ખાલી કરાવવામાં આવી હતી. રાયન સ્કૂલના પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું હતું કે "ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ અમારો પ્રાથમિક લક્ષ્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી હતી. સુરક્ષા પ્રોટોકૉલ અમલમાં મૂક્યા બાદ અમે સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. મુંબઈ પોલીસ અને બૉમ્બ સ્કવૉડ ટીમના ઝડપી પ્રતિસાદ માટે તેમની આભારી છીએ.

