Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૩૫૦૦ મીટરની ઊંચાઈ પર લદ્દાખમાં દેશની સૌથી ઊંચી હાઈકોર્ટ બેન્ચનો ઐતિહાસિક પ્રારંભ

૩૫૦૦ મીટરની ઊંચાઈ પર લદ્દાખમાં દેશની સૌથી ઊંચી હાઈકોર્ટ બેન્ચનો ઐતિહાસિક પ્રારંભ

Published : 21 October, 2026 08:07 PM | IST | Ladakh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જમ્મુ અને કાશ્મીર હાઈ કોર્ટની લદ્દાખ બેન્ચ આજથી ૨૧ ઑક્ટોબરથી લેહમાં સત્તાવાર રીતે પોતાની કામગીરી શરૂ કરશે. આ સાથે જ લદ્દાખ ૩૫૦૦ મીટરની ઊંચાઈ પર ભારતની સૌથી ઊંચી હાઈ કોર્ટ બેન્ચ ધરાવતો પ્રદેશ બની ગયો છે.

લદ્દાખમાં દેશની સૌથી ઊંચી હાઈકોર્ટ બેન્ચ

લદ્દાખમાં દેશની સૌથી ઊંચી હાઈકોર્ટ બેન્ચ


જમ્મુ અને કાશ્મીર હાઈ કોર્ટની લદ્દાખ બેન્ચ આજથી ૨૧ ઑક્ટોબરથી લેહમાં સત્તાવાર રીતે પોતાની કામગીરી શરૂ કરશે. આ સાથે જ લદ્દાખ ૩૫૦૦ મીટરની ઊંચાઈ પર ભારતની સૌથી ઊંચી હાઈ કોર્ટ બેન્ચ ધરાવતો પ્રદેશ બની ગયો છે. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંતે લેહના મેલંગથૉન્ગ ખાતે આ હાઈ કોર્ટ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારોહમાં તેમણે અત્યંત મહત્ત્વની વાત કરતાં કહ્યું હતું કે હવે ન્યાય મેળવવા માટે લદ્દાખના લોકોએ મુશ્કેલ પર્વતો પાર કરવાની જરૂર નથી, પરંતુ અદાલત સામે ચાલીને લોકો સુધી પહોંચી છે. 
શિયાળામાં ભારે બરફવર્ષાને કારણે લદ્દાખના રસ્તાઓ બંધ થઈ જતા હતા જેને લીધે લોકોને જમ્મુ અથવા શ્રીનગર હાઈ કોર્ટ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડતી હતી. આ નવી બેન્ચની સ્થાપનાથી સ્થાનિક નાગરિકોનો સમય અને ખર્ચ બન્ને બચશે. અગાઉ પેન્શન કે વીમાના કામ માટે જતા સામાન્ય નાગરિકોને વકીલની ફી કરતાં મુસાફરીનો ખર્ચ વધુ આવતો હતો. 
શરૂઆતમાં આ બેન્ચ અઠવાડિયામાં બે દિવસ કામ કરશે અને સુનાવણી માટે ૭૫ કેસની યાદી તૈયાર કરવામાં આવી છે. ૨૧ ઑક્ટોબરે પ્રથમ સુનાવણીમાં જમ્મુ અને કાશ્મીર હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટી અને જસ્ટિસ સંજય પરિહાર હાજર રહેશે. CJIએ એવી પણ જાહેરાત કરી છે કે વિડિયો-કૉન્ફરન્સની સુવિધા ઉપલબ્ધ થયા બાદ સુપ્રીમ કોર્ટ લદ્દાખના તમામ કેસોની સુનાવણી ઝડપથી કરશે.   


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 08:07 PM IST | Ladakh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK