Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સિંહસ્થ મેળા માટે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાને પોતાનું જ પૈતૃક મકાન તોડવાની કરી શરૂઆત

સિંહસ્થ મેળા માટે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાને પોતાનું જ પૈતૃક મકાન તોડવાની કરી શરૂઆત

Published : 28 September, 2026 09:47 AM | IST | ujjain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉજ્જૈનમાં રસ્તા પહોળા કરવા માટે મકાનનો હિસ્સો તોડતાં પહેલાં ભાવુક થયેલા મુખ્ય પ્રધાને વળતર લેવાનો ઇનકાર કર્યો

મુખ્ય પ્રધાન મોહન યાદવે ગઈ કાલે ઉજ્જૈનનું પોતાનું પૈતૃક મકાન જાતે તોડવાની શરૂઆત કરી હતી.

મુખ્ય પ્રધાન મોહન યાદવે ગઈ કાલે ઉજ્જૈનનું પોતાનું પૈતૃક મકાન જાતે તોડવાની શરૂઆત કરી હતી.


મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડૉક્ટર મોહન યાદવે રવિવારે ઉજ્જૈનમાં પોતાના જ પૈતૃક મકાનને તોડવા માટે જાતે કોદાળી ચલાવી હતી. ૨૦૨૮માં ઉજ્જૈનમાં યોજાનારા સિંહસ્થ કુંભમેળા માટે શહેરના મુખ્ય રસ્તાઓને પહોળા કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી દરમ્યાન મોહન યાદવનું પૈતૃક મકાન અને તેમનાં બહેન કલાવતી યાદવનું ઘર પણ રસ્તાની વચ્ચે આવતાં હતાં. મકાન તોડતાં પહેલાં તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમણે ઘરની પૂજા પણ કરી હતી.

ખજૂરવાળી મસ્જિદથી ગણેશ ચોક સુધીના ૭૩૦ મીટર લાંબા માર્ગને ૧૫ મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયામાં કુલ ૨૭૨ બિલ્ડિંગોનો અમુક હિસ્સો તોડવામાં આવશે. મુખ્ય પ્રધાનના દાદા રામચંદ્ર યાદવે ૧૯૭૪માં આ મકાન બનાવ્યું હતું જેમાં તેમનો ઉછેર થયો હતો. રસ્તો પહોળો કરવા માટે આ મકાનનો લગભગ સાડાનવ ફુટ જેટલો હિસ્સો તોડવામાં આવશે.
મુખ્ય પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે તેમના પરિવારે વિકાસના આ કામ માટે મકાનનો હિસ્સો તોડવાની સંમતિ આપી છે અને તેઓ સરકાર પાસેથી કોઈ પણ પ્રકારનું વળતર લેશે નહીં. 


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 09:47 AM IST | ujjain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK