મુસ્કાનને અલગ બૅરૅકમાં રાખવામાં આવી છે જ્યાં તેની સાથે સંગીતા નામની આ મહિલા રહે છે.
મુસ્કાન
પતિને મારીને એના કટકા કરીને બ્લુ ડ્રમમાં સિમેન્ટ સાથે ભરી દેનારી મેરઠની મુસ્કાન અત્યારે મેરઠ જિલ્લા જેલમાં બંધ છે. આ જેલમાં તેને એક સહેલી મળી ગઈ છે. મુસ્કાનને અલગ બૅરૅકમાં રાખવામાં આવી છે જ્યાં તેની સાથે સંગીતા નામની આ મહિલા રહે છે. સંગીતા અને મુસ્કાનની ક્રિમિનલ હિસ્ટરી એકદમ મળતી આવે છે.
એક, બન્નેએ પોતાના બૉયફ્રેન્ડની સાથે મળીને પતિને મારી નાખ્યો છે. બીજું, બન્ને પતિને માર્યા પછી બૉયફ્રેન્ડ સાથે સુખેથી રહેવા માગતી હતી અને ત્રીજું, બન્ને મહિલાઓ જેલમાં ભરતી થઈ એ પછીથી તે પ્રેગ્નન્ટ છે એવી ખબર પડી હતી. બન્ને પ્રેગ્નન્ટ છે, પણ તેમના પેટમાં ઊછરી રહેલું બચ્ચું પતિનું છે કે બૉયફ્રેન્ડનું એ હજી નક્કી નથી થયું.

