Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > માઇક્રોસૉફ્ટની સર્વિસ પૂર્વવત્, ઑનલાઇન કામકાજ ફરી શરૂ

માઇક્રોસૉફ્ટની સર્વિસ પૂર્વવત્, ઑનલાઇન કામકાજ ફરી શરૂ

Published : 15 November, 2026 12:11 PM | Modified : 15 November, 2026 12:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંપનીના જણાવ્યા અનુસાર અગાઉ જ્યારે નેટવર્ક કૅપેસિટી અપગ્રેડ કરવામાં આવી રહી હતી ત્યારે એમાં એક ખામી રહી ગઈ હતી. ત્યાર બાદ હાલમાં જ જ્યારે નેટવર્કમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા ત્યારે પેલી જૂની ખામી સપાટી પર આવી ગઈ.

માઇક્રોસૉફ્ટ

માઇક્રોસૉફ્ટ


માઇક્રોસૉફ્ટ દ્વારા શનિવારે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આઉટલુક, ટીમ્સ અને કોપાઇલટ સહિતની એની તમામ ઍપ્લિકેશનની સર્વિસ સંપૂર્ણપણે પૂર્વવત્ થઈ ગઈ છે. ગુરુવારે સર્જાયેલા વૈશ્વિક આઉટેજને કારણે ૨૪ કલાકથી વધુ સમય સુધી દુનિયાભરના વ્યવસાયો અને સરકારી ઑફિસોનું ઑનલાઇન કામકાજ ખોરવાઈ ગયું હતું.

કંપનીના જણાવ્યા અનુસાર અગાઉ જ્યારે નેટવર્ક કૅપેસિટી અપગ્રેડ કરવામાં આવી રહી હતી ત્યારે એમાં એક ખામી રહી ગઈ હતી. ત્યાર બાદ હાલમાં જ જ્યારે નેટવર્કમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા ત્યારે પેલી જૂની ખામી સપાટી પર આવી ગઈ અને એને કારણે જ આ વૈશ્વિક આઉટેજ સર્જાયો હતો. એટલે કે નેટવર્ક-ક્ષમતા વધારવા માટે અગાઉ થયેલા કામમાં રહી ગયેલી ત્રુટિ હાલના ફેરફાર વખતે નડી ગઈ હતી. માઇક્રોસૉફ્ટે તાત્કાલિક ધોરણે આ મૂળ ખામીને શોધી કાઢીને એને દૂર કરી દીધી છે. જોકે ગ્રાહકોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને સિસ્ટમમાં સ્થિરતા જાળવી રાખવા માટે એણે એકસાથે બધી સર્વિસ ચાલુ કરવાને બદલે ધીમે-ધીમે અને તબક્કાવાર તમામ સર્વિસ પુનઃસ્થાપિત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2026 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK