Mumbai Airport Threat: મગ્ર ઘટનાને પગલે મુંબઈ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓની સતર્કતા વધુ વધી છે. ઇન્ડિગોના વિમાનને બોમ્બથી બ્લાસ્ટની ધમકી મળી.
પ્રતીકાત્મક તસવીર
Mumbai Airport Threat: વહેલી સવારે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યાં હવે મુંબઈમાંથી ચોંકવનાર સમાચાર મળી રહ્યા છે. મુંબઈના સહાર એરપોર્ટ પર ઈન્ડિગોના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કોલ આવ્યો છે. આ કોલ આવતાં જ મુંબઈમાં ચિંતાનો માહોલ છે.
એકબાજુ જ્યાં આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા ત્યારબાદ આ તણાવની સ્થિતિ પેદા થઈ છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર મુંબઈ એરપોર્ટ પર ઇન્ડિગોના વિમાનને બોમ્બથી બ્લાસ્ટ કરી નાખવાની ધમકીનો કોલ આવ્યો છે.
ADVERTISEMENT
સહાર એરપોર્ટ હોટલાઇન પર એક અનામી કોલમાં એવું જણાવાયું હતું કે ચંદીગઢથી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ મૂકવામાં (Mumbai Airport Threat) આવ્યો છે. જો કે આ ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી છે. અને સુરક્ષા ટીમોએ તરત જ સંપૂર્ણ તપાસ હાથ ધરી છે.
અહેવાલો મળી રહ્યા છે કે કોઈ અનામી કોલરે ઇન્ડિગો ફ્લાઇટમાં વિસ્ફોટક ઉપકરણ હોવાની ચેતવણી આપી છે. એરપોર્ટની હોટલાઇન પર ફોન કોલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેના કારણે એરપોર્ટ અને સુરક્ષા અધિકારીઓ તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં કોઈ જ અણબનાવ ન બને એ માટે સંપૂર્ણ ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરી નાખવામાં આવ્યા હે. જો કે અત્યારસુધીમાં તો કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.
ઇન્ડિગોએ આજે સવારે એક્સ પર લખ્યું હતું કે હવાઈ ક્ષેત્રની બદલાતી સ્થિતિને કારણે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ અને ધર્મશાળાની ફ્લાઇટ કામગીરીને અસર થઈ છે. ત્યારપછીના અપડેટમાં ઇન્ડિગોએ ઉમેર્યું હતું કે બીકાનેરથી આવતી અને જતી સેવાઓ પણ ચાલુ હવાઈ ક્ષેત્રના પ્રતિબંધોથી પ્રભાવિત (Mumbai Airport Threat) થઈ હતી. ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાએ સવારે 2 વાગ્યાની આસપાસ નિવેદન બહાર પાડ્યું હતું કે થોડા સમય પહેલાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રકચરને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જ્યાંથી ભારત સામે આતંકવાદી હુમલાનું આયોજન અને નિર્દેશન કરવામાં આવ્યું છે. કુલ મળીને નવ સાઇટ્સને નિશાન બનાવવામાં આવી છે.
અત્યારે તો આ સમગ્ર ઘટનાને પગલે મુંબઈ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓની સતર્કતા વધુ વધી (Mumbai Airport Threat) ગઈ છે. જોકે અત્યાર સુધી કોઈ મોટો ખતરો સામે આવ્યો નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે આતંકવાદી દળો ભારતની આજની પ્રવૃત્તિથી ખભળી ઉઠ્યું છે. ભારત પણ હવે પાછળ પડવાનું નથી. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી અને ખાસ કરીને પહલગામમાં હુમલો થયા બાદ સ્પષ્ટ સંકેતો આપવામાં આવી રહ્યા હતા કે ભારત હવે આતંકવાદને બિલકુલ સહન કરશે નહીં અને બદલો લેવામાં જ આવશે.

