આસામ આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા શહીદ સ્મારક ક્ષેત્રની લીધી મુલાકાત
ગુવાહાટીના બોરાગાંવ પાસે આવેલા શહીદ સ્મારકમાં શહીદોના શૌર્યને નિહાળતા નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે આસામના દિબ્રૂગઢ પહોંચ્યા હતા. ત્યાં તેમણે અમોનિયા-યુરિયાના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ ફર્ટિલાઇઝર પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧૨.૭ લાખ ટન હશે. મોટી માત્રામાં ફર્ટિલાઇઝર ઉપલબ્ધ થવાથી અહીંના ખેડૂતોની સમસ્યાઓ હળવી થશે. શિલાન્યાસ પછી જનસભાને સંબોધીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ‘પહેલાં ખેડૂતોને ખાતર માગતાં લાઠી ખાવી પડતી હતી. હવે ખેડૂતોનું જીવન સુવિધાજનક થશે. બંગલાદેશી ઘૂસણખોરોને કૉન્ગ્રેસ જ બચાવી રહી છે અને મતદાતા યાદી સુધારણાનો વિરોધ કરી રહી છે. તુષ્ટિકરણ અને વોટબૅન્કના આ રાજકારણથી આસામને બચાવી રાખવાનું છે. હું ગૅરન્ટી આપું છું કે આસામની ઓળખ અને સન્માનની રક્ષા માટે BJP લોખંડી ઢાલ બનીને ઊભી રહેશે.’
વિકસિત ભારત-જી રામ-જી બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી
ADVERTISEMENT
૨૦ વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગૅરન્ટી અધિનિયમ (MGNREGA)ની જગ્યાએ ‘વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) ગૅરન્ટી જેને ટૂંકમાં VB-G RAM-G બિલ કહેવાય છે એને ગઈ કાલે રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધી હતી. હવે VB-G RAM-G બિલ કાયદો બની ગયો છે.


