કાર્યક્રમોની વ્યવસ્તાને કારણે વડા પ્રધાનનું મલેશિયા જવાનું આયોજન કૅન્સલ થયું છે
નરેન્દ્ર મોદી
૨૬થી ૨૮ ઑક્ટોબર દરમ્યાન મલેશિયામાં યોજાઈ રહેલી ASEAN (અસોસિએશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ) વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયા નહીં જાય. સત્તાવાર અહેવાલ પ્રમાણે કાર્યક્રમોની વ્યવસ્તાને કારણે વડા પ્રધાનનું મલેશિયા જવાનું આયોજન કૅન્સલ થયું છે. હવે આ સમિટમાં નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે. આ માટે તેમણે મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ વર્ચ્યુઅલી આ સમિટમાં ભાગ લેવા માટે અને બન્ને દેશો વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરવા માટે ઉત્સુક છે. ક્વાલા લમ્પુરમાં ૨૭ ઑક્ટોબરે ૨૦મી ઈસ્ટ-એશિયા સમિટમાં વિદેશપ્રધાન એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
સબરીમલા જનારાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં દ્રૌપદી મુર્મુ
ADVERTISEMENT

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સબરીમલા મંદિરમાં દર્શન માટે પહોંચનારાં ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં હતાં. બુધવારે તેમણે પરંપરાગત રીતે પૂજાસામગ્રીનો થેલો જાતે ઉપાડીને સબરીમલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ભગવાન ઐયપ્પાનાં દર્શન કર્યાં હતાં.


