કૉન્ગ્રેસનાં પ્રવક્તા શમા મોહમ્મદે આવી ટ્વીટ કરીને ભારતીય હેડ કોચ પર લગાવ્યો છે ગંભીર આરોપ
કૉન્ગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદ ક્રિકેટર પર કરેલી કમેન્ટને કારણે ચર્ચામાં
કૉન્ગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદ આ વર્ષે રોહિત શર્માની ફિટનેસ બાદ વધુ એક ક્રિકેટર પર કરેલી કમેન્ટને કારણે ચર્ચામાં છે. ગયા વર્ષે નવેમ્બરમાં સિનિયર ટીમ માટે અને આ વર્ષે મે-જૂન માટે ઇન્ડિયા-A માટે રમ્યા બાદ સરફરાઝ ખાનને આ બન્ને ટીમમાં સ્થાન નથી મળી રહ્યું. સખત મહેનત બાદ ગોળમટોળમાંથી ફિટ થયેલા સરફરાઝ ખાનને હાલમાં સાઉથ આફ્રિકા સામેની ફર્સ્ટ ક્લાસ સિરીઝની સ્ક્વૉડમાં પણ સ્થાન નથી મળ્યું.
આ સંદર્ભે ટ્વીટ કરીને શમા મોહમ્મદે લખ્યું છે, ‘શું સરફરાઝ ખાનની પસંદગી તેની અટકને લીધે નથી થઈ રહી? આપણે જાણીએ છીએ કે ગૌતમ ગંભીર આ બાબતે શું વિચારે છે.’
ADVERTISEMENT
આ ટ્વીટ દ્વારા શમા મોહમ્મદે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા ભારતના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર પર ધર્મના આધારે પક્ષપાત કરવાનો મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ નૅશનલ ટીમમાં પાછો ફરવા સખત મહેનત કરી રહ્યો છે છતાં ફિટનેસનું કારણ આપીને તેને ધ્યાનમાં લેવામાં નથી આવી રહ્યો.


