ભારત સરકારે આખા દેશમાં કૅશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ (રોકડ વિના સારવાર યોજના) લાગુ કરવાની અધિસૂચના જાહેર કરી દીધી છે. જે અંતર્ગત માર્ગ દુર્ઘટનાના શિકાર દરેક વ્યક્તિને પ્રતિ અકસ્માત વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી શકશે.
પ્રતીકાત્મક તસવીર
ભારત સરકારે આખા દેશમાં કૅશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ (રોકડ વિના સારવાર યોજના) લાગુ કરવાની અધિસૂચના જાહેર કરી દીધી છે. જે અંતર્ગત માર્ગ દુર્ઘટનાના શિકાર દરેક વ્યક્તિને પ્રતિ અકસ્માત વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી શકશે.
ભારત સરકારે આખા દેશમાં કૅશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ (રોકડ વિના સારવાર યોજના) લાગુ પાડવાની અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે. જેના હેઠળ દુર્ઘટનાગ્રસ્ત દરેક વ્યક્તિને અકસ્માતમાં વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી શકશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જારી ગજટ અધિસૂચના પ્રમાણે, આ યોજના 5 મે, 2025થી લાગૂ પાડવામાં આવી છે.
ADVERTISEMENT
કોઈપણ માર્ગ અકસ્માતમાં મળશે આ સારવાર
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર, જો કોઈ વ્યક્તિ મોટર વાહનને કારણે થતા માર્ગ અકસ્માતમાં સંડોવાય છે, તો તેને આ યોજના હેઠળ દેશના કોઈપણ ભાગમાં મફત સારવારની સુવિધા મળશે. અકસ્માતનો ભોગ બનનારને સરકારી કે નિયુક્ત હોસ્પિટલોમાં સારવાર માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.
અકસ્માત પછી 7 દિવસ સુધી મફત તબીબી સારવારની સુવિધા
આ યોજના હેઠળ, પીડિતને અકસ્માતની તારીખથી આગામી સાત દિવસ સુધી મહત્તમ 1,50,000 રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે. આ સુવિધા ફક્ત તે હોસ્પિટલોમાં જ સંપૂર્ણપણે લાગુ પડશે જેને સરકાર દ્વારા "નિયુક્ત" કરવામાં આવી છે.
અન્ય હોસ્પિટલોમાં ફક્ત પ્રાથમિક સારવાર
જો કોઈ કારણોસર પીડિત નિયુક્ત હોસ્પિટલમાં પહોંચી શકતો નથી અને તેની સારવાર અન્ય કોઈ હોસ્પિટલમાં કરવામાં આવે છે. તો તે પરિસ્થિતિમાં, તે હોસ્પિટલમાં સ્થિરતા સુધીની સારવાર જ આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ સંદર્ભે અલગ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ આ યોજનાનો કરશે અમલ
આ યોજનાના અમલીકરણની જવાબદારી રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA) ને સોંપવામાં આવી છે. આ સંસ્થા યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે પોલીસ, હોસ્પિટલો અને રાજ્ય સ્તરની આરોગ્ય એજન્સીઓ સાથે સહયોગમાં કામ કરશે.
રાજ્ય સ્તરે રોડ સેફ્ટી કાઉન્સિલ નોડલ એજન્સી
દરેક રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આ યોજના માટે રાજ્ય માર્ગ સલામતી પરિષદ નોડલ એજન્સી રહેશે. આ કાઉન્સિલ યોજનાનો યોગ્ય રીતે અમલ થાય છે, હોસ્પિટલો યોજના સાથે જોડાયેલી છે, પીડિતોની સારવાર થાય છે અને ચુકવણી પ્રક્રિયા સરળતાથી ચાલે છે તેનું નિરીક્ષણ કરશે.
કેન્દ્ર સરકાર એક સ્ટીયરિંગ કમિટી બનાવશે
કેન્દ્ર સરકાર યોજનાના અસરકારક દેખરેખ માટે એક સ્ટીયરિંગ કમિટીની પણ રચના કરશે. જે સુનિશ્ચિત કરશે કે યોજનાનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું છે કે નહીં.
પાયલોટ પ્રોગ્રામ માર્ચ 2024માં શરૂ થયો
નોંધનીય છે કે 14 માર્ચ, 2024 ના રોજ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ યોજનાનો પાયલોટ કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેમાંથી શીખીને હવે તેને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવ્યો છે.

