Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઑપરેશન `મહાદેવ` બાદ હવે ઑપરેશન શિવશક્તિ શરૂ, LoC પર બે આતંકવાદી ઠાર

ઑપરેશન `મહાદેવ` બાદ હવે ઑપરેશન શિવશક્તિ શરૂ, LoC પર બે આતંકવાદી ઠાર

Published : 30 July, 2025 03:40 PM | Modified : 31 July, 2025 10:07 AM | IST | Jammu-Kashmir
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લાના કસલીયાં વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેના આ એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કરી દીધા. સેનાએ આ અભિયાનને ઑપરેશન શિવશક્તિ (Operation Shivshakti) નામ આપવામાં આવ્યું.

જમ્મૂ-કાશ્મીરમાં એન્કાઉન્ટર (ફાઈલ તસવીર)

જમ્મૂ-કાશ્મીરમાં એન્કાઉન્ટર (ફાઈલ તસવીર)


કી હાઇલાઇટ્સ

  1. હથિયારો સાથે સીમા પાર કરી રહ્યા હતા આતંકવાદીઓ
  2. આતંકવાદીઓને સેનાઓ રોકી તો શરૂ થયું એન્કાઉન્ટર
  3. સેનાએ આ અભિયાનને ઑપરેશન શિવશક્તિ નામ આપ્યું

Jammu Kashmir Encounter: જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લાના કસલીયાં વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેના આ એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કરી દીધા. સેનાએ આ અભિયાનને ઑપરેશન શિવશક્તિ (Operation Shivshakti) નામ આપવામાં આવ્યું. નિયંત્રણ રેખા પર સેનાનું સર્ચ ઑપરેશન ચાલુ છે. આ પહેલા સેનાએ ઑપરેશન મહાદેવ ચલાવ્યું હતું.


પહલગામ આતંકવાદી હુમલાના આતંકવાદીઓના ખાત્મા માટે સેનાએ શ્રીનગરમાં ઑપરેશન મહાદેવ (Operation Mahadev) ચલાવ્યું હતું. આ જ કડીમાં બુધવારે પૂંછના કસલીયામાં LoC નજીક સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. સેનાએ આ કાર્યવાહીને ઑપરેશન શિવશક્તિ (Operation Shivshakti) એવું નામ આપ્યું છે. 



અભિયાનને લઈને સેનાની વ્હાઈટ નાઈટ કોરે પોતાના અધિકારિક એક્સ અકાઉન્ટ પર લખ્યું કે, "ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પાર કરી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરતા બે આતંકવાદીઓને ઠાર કર્યા. તરત કાર્યવાી અને ચોક્કસ ગોળીબારે તેમના નાપાક મનસૂબાને નિષ્ફળ કરી દીધા. આતંકવાદીઓ પાસેથી ત્રણ હથિયાર તાબે લેવામાં આવ્યા. આપણી સીક્રેટ એજન્સી અને જમ્મૂ-કાશ્મીર પોલીસ પાસેથી મળેલી સૂટનાઓને કારણે આ અભિયાન સફળ રહ્યું. હાલ આ ઑપરેશન ચાલુ છે."


LoC પર જોવા મળ્યા બે શંકાસ્પદો
શરૂઆતમાં, વ્હાઇટ નાઈટ કોર્પ્સે સત્તાવાર X પોસ્ટ પર લખ્યું હતું કે સૈનિકોએ પૂંછ સેક્ટરના જનરલ વિસ્તારમાં વાડ પાસે બે શંકાસ્પદ લોકોની હિલચાલ જોઈ છે. આ દરમિયાન ગોળીબાર પણ થયો હતો. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં સરહદ પારથી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓના જૂથને સેનાના સૈનિકોએ અટકાવ્યા ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું.


સતર્ક સૈનિકોએ મંગળવારે મોડી રાત્રે દેગવાર સેક્ટરના માલદીવેલાન વિસ્તારમાં ઘૂસણખોરી કરતા આતંકવાદીઓની હિલચાલ જોઈ હતી, ત્યારબાદ ગોળીબાર શરૂ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે ગોળીબાર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

શ્રીનગરમાં ઓપરેશન મહાદેવ હાથ ધરવામાં આવ્યું હતું
રવિવારે અગાઉ, સેનાએ શ્રીનગરમાં ઓપરેશન મહાદેવ શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ, સુરક્ષા દળોએ શ્રીનગરના દાચીગામ મુલનારમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આમાં પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સુલેમાન ઉર્ફે સુલેમાની ઉર્ફે હાશિમ મુસા અને તેના બે સાથી આતંકવાદીઓનો સમાવેશ થાય છે.

તેમને મારવા માટે, સેનાએ બે દિવસ પહેલા ઓપરેશન મહાદેવ શરૂ કર્યું હતું, જે સોમવાર મોડી સાંજ સુધી ચાલુ રહ્યું. આ કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ સુલેમાન શાહ, જિબ્રાન અને અબુ હમઝા અફઘાની તરીકે થઈ છે.

ભારતીય સેનાએ બુધવારે નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. વ્હાઇટ નાઈટ કોર્પ્સે જણાવ્યું હતું કે, "ઝડપી કાર્યવાહી અને સચોટ ગોળીબારથી આતંકવાદીઓના નાપાક ઈરાદા નિષ્ફળ ગયા. તેમની પાસેથી ત્રણ હથિયારો મળી આવ્યા છે." સેનાએ કહ્યું હતું કે, "અમારી સીક્રેટ એજન્સી અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સંકલિત અને સુમેળભર્યા ગુપ્તચર ઇનપુટના આધારે, ઓપરેશન સફળ રહ્યું હતું. ઑપરેશન ચાલુ છે."

ઑપરેશન મહાદેવ બાદ ઑપરેશન શિવશક્તિ

જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બે પાકિસ્તાની આતંકવાદીઓને ભારતીય સેનાએ ‘ઑપરેશન શિવશક્તિ’માં ઠાર કર્યા હતા. પહલગામ હુમલાના આરોપીઓને ‘ઑપરેશન મહાદેવ’માં ઠાર કર્યા બાદ સેનાએ આ નવું ઑપરેશન હાથ ધર્યું છે.

આ ઑપરેશન વિશે બોલતાં ભારતીય સેનાએ જણાવ્યું હતું કે ‘સોમવારે રાત્રે પૂંછ જિલ્લામાં બે આતંકવાદીઓ અંધારાનો લાભ લઈને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાને પહેલેથી જ ઇનપુટ મળ્યું હતું કે પૂંછના દેગવાર સેક્ટરમાંથી કેટલાક આતંકવાદીઓ લાઇન ઑફ કન્ટ્રોલ (LOC) દ્વારા ભારતમાં પ્રવેશ કરવાના છે. તેમની હિલચાલ દેખાતાંની સાથે જ સેનાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને એક મોટું ઑપરેશન હાથ ધર્યું હતું અને આ ‘ઑપરેશન શિવશક્તિ’માં તેમને ઠાર મારવામાં આવ્યા હતા.’

આતંકવાદીઓ પાસેથી ત્રણ અત્યાધુનિક હથિયારો મળી આવ્યાં હતાં. આ ઉપરાંત મોટી સંખ્યામાં ગોળીઓ, ગ્રેનેડ, વાયરલેસ સેટ અને ખાદ્ય પદાર્થો પણ મળી આવ્યાં હતાં. આ જોઈને સ્પષ્ટ થયું કે આ આતંકવાદીઓ સંપૂર્ણપણે તૈયાર થઈને આવ્યા હતા અને તેમનો ઇરાદો ભારતમાં મોટો હુમલો કરવાનો હતો.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2025 10:07 AM IST | Jammu-Kashmir | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK