કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઈ કાલે સવારે મધ્ય પ્રદેશમાં જંગલ-સફારી પર પહોંચ્યા હતા
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઈ કાલે સવારે મધ્ય પ્રદેશમાં જંગલ-સફારી પર પહોંચ્યા હતા
બિહારની ચૂંટણી દરમ્યાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા (લીડર ઑફ ઑપોઝિશન - LoP) અને કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઈ કાલે સવારે મધ્ય પ્રદેશમાં જંગલ-સફારી પર પહોંચ્યા હતા. આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ કહ્યું હતું કે ‘LoP એટલે લીડર ઑફ પાર્ટી ઍન્ડ પર્યટન છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી હોવા છતાં રાહુલ વેકેશન માટે પંચમઢીમાં જાય છે એ તેમની પ્રાથમિકતા દર્શાવે છે અને જ્યારે તેઓ ચૂંટણી હારી જાય છે ત્યારે ચૂંટણીપંચને દોષ આપે છે. તેઓ હૉલિડે (H) ફાઇલ્સ પર પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન બનાવશે.’
પોસ્ટમાં BJPએ લખ્યું હતું કે ‘તા ઉમ્ર કૉન્ગ્રેસ યે ગલતી કરતી રહી, ધૂલ ચેહરે પે થી, કૉન્ગ્રેસ આઇના સાફ કરતી રહી.’


